યા દેવી શકિતરૂપેણ સંસ્થિતાં
નોરતુ ૬ઠુ - વેદ માતા ગાયત્રી

આસો મહિનાની નવરાત્રી દરમ્યાન સાધકો પોતાની આસ્થા પ્રમાણે જુદા જુદા માતાજીના જપ, તપ, અનુષ્ઠાન કરી માં ના ચરણોમાં પોતાની ભકિત દ્વારા સમર્પણ કરતા હોય છે.નવરાત્રી દરમ્યાન માતા ગાયત્રીનું અનુષ્ઠાન કરતા ભકતની સંખ્યા ઓછી નથી સંસારમાં રહેલા તમામ માનવોને કઇ ને કઇ આપતિઓ તો આવેજ છે. આ આપતિને દુર કરવા માટે લોકો પોતે જપ, તપ, તથા હોમથી મા ગાયત્રીની ઉપાસના કરી આપતિને ઓળંગી જાય છે. જો પોતે ના કરી શકે તો ઉતમ બ્રાહ્મણ દ્વારા પણ જપ અને અનુષ્ઠાન કરાવી શકાય પરંતુ પોતે જાતે માં ગાયત્રીની ઉપાસના કરે તો તે શ્રેષ્ઠ છે આપણા શાષાોમાં કહ્યું છે કે દેવો ને જયારે જયારે આપતિ આવે છે ત્યારે તે મા જગદંબાની આરાધના કરે છ.ે
માં ગાયત્રીની ઉપાસના માટે પવિત્ર સ્થળની જરૂરીયાત છે કારણ કે જે સ્થળે પુરヘરણ કે જાપ કરીએ તે ભુમીના આંદોલનો સાધકમાં પ્રવેશતા હોય છ.ે આથી સાધકે બને ત્યા સુધી દેવાલય, માં ભગવતીનુ મંદિર અથવા જયા પヘમિાભિમુખ શીવલીંગ હોય ત્યાં બેસીને ગાયત્રી મંત્ર પુરશ્ચરણ કરવુ જોઇએ જેથી સત્વરે મંત્રસિધ્ધિ મળે કાશી કેદાર, મહાકાલ નાશિક અને ત્રંબક મહાક્ષેત્ર આ સ્થાનો પૃથ્વી પરના દીપક ગણાય છે. આ સિવાય ગુરૂની સમીપમાં અથવા જે સ્થળે ચિતની એકાગ્રતા થાય ત્યાં બેસીને પણ પુરヘરણ થઇ શકે પરંતુ આરંભના દિવસથી સીદ્ધ કરીને સમાપ્તિના દિવસ સુધીમાં એક સરખી સંખ્યામાં જપ કરવા ઓછાવતા જપ કરવા ન જોઇએ.
‘ૐ ભૂભૂર્વઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગોદેવસ્ય ધી મહિ ધિયો યો નઃ પ્રચોદયાત' આ ગાયત્રી મંત્ર મનુશ્યને સર્વ પ્રકારના સુખ આપી નિર્ભય બનાવનાર છે. ભગવાન નારાયણે નારદજીને જણાવેલ કે ગાયત્રીનુ અનુષ્ઠાન વિ. કરે કે ના કરે પરંતુ જે ગાયત્રીમાં જ નિષ્ઠા રાખે અને ઉપર્યુકત મંત્ર જપે છે તે કૃતકૃત્ય થાય છે ન્યાસ કરે કે ના કરે પણ જે નિષ્કપટ વૃતીથી ધ્યાન કરી માત્ર તેનોજ જપ કર્યા કરે તો મનની શાંતિ પામી પરમ સુખ તે પામે છે.
ગાયત્રી સ્તોત્રમાં વર્ણવ્યા અનુસાર માં ગાયત્રી ભકતો પર અનુગ્રહ કરનારા સર્વત્ર વ્યાપી રહેલા છે. સવારે પૂર્વ સંધ્યા પાઠ રૂપ સરસ્વતી એમ ત્રણેય સ્વરૂપે ત્રિલોકમાં વ્યાપી છ.ે જે માતા બ્રહ્મા, વિષ્ણુ અને રૂદ્ર એમ ત્રિદેવના આરાધ્યા છે ભોગ તથા મોક્ષ આપનારા છ.ે
જે વ્યકિત જપ, હોમ, પુજન તથા ધ્યાન કર્યા પછી નિત્ય માં ગાયત્રીના ૧૦૦૮ નામોનું પઠન કરે છ.ે તેના સર્વ પાપો નાશ પામે છ.ે તેની સર્વ મનોકામના પુર્ણ થાય છે. અને અંતે મોક્ષને પામે છ.ે
આમ માં ગાયત્રી એ પરાશકિતનુજ સ્વરૂપ છે અને તેનું આરાધન નવરાત્રીમાં કરવાથી માણસ બળ-બુધ્ધિ પામી તેજસ્વી બને છે. અને સુખ-શાંતી પામે છે.

દીપક એન. ભટ્ટ