શ્રાવણ સત્સંગ
મહાકાલ મહાદેવજીના વિરકત વિચરણનું રહસ્ય

હિરણ્યાક્ષનો વધ કર્યા પછી પણ જયારે ભગવાન વરાહ પોતાના લોકમાં પાછા ન ફર્યા ત્યારે ચિંતા થવા લાગી દેવતા વ્યાકુળ થઇ ઉઠયા અને ત્યારે ભગવાન ભોળાનાથ મહાદેવ તેમની શોધમાં નીકળ્યા.
મહાદેવજીએ તેમને સમગ્ર ભૂ-લોકમાં શોધ્યા જોયું તો એક સ્થાન પર તેઓ પોતાના પરિવાર સાથે બેઠા છે. બાળકો સાથે હસી મજાક કરી રહ્યા છે. શૂકરી અનેતેના શિશુ સાવક તેઓને વિનોદના સાધન સમજી બેઠા છે.
બ્રહ્મલોક પરત ફરવાની પ્રાર્થના જયારે વહારજીએ અવિસ્કારી અને પોતાનો આનંદ - વિનોદ છોડવા તૈયાર થયા નહી.ત્યારે ગુસ્સે ભરાયેલા મહાકાલે ત્રિશુળથી તેમનું પેટ ચીરી નાખ્યુ શરીર વેરણ છેરણ થઇ ગયું.
એ સમયે વિવક્ષ જઇને ભગવાન વરાહના રૂપમાં પોતાના લોકમાં પાછા ફર્યા.
પ્રતિક્ષામાં બેઠેલા અને ચિંતીત બનેલા દેવતાઓએ જયારે વિલંબનું કારણ પુછયુ તો તેઓ બોલ્યા કે, શરિર અને તેની મમતા ખૂબ પ્રબળ છે. જીવધારી તેની જ અંદર લિપ્ત થઇને લક્ષ્યને ભૂલી જાય છ.ે
સુખ સાધનોમાંથી છુટયા વગરએ માયામાંથી છુટકારો મળી શકતો નથી.
અન્ય શરીરધારીઓની જેમ જ મારી પણ દુર્ગતિ થઇ અને મહાકાલ મહાદેવજીએ માયાને વિદિર્ણ ન કરી હોત, તો મારા માટે પણ પાછા ફરવું મુશ્કેલ હતું.
...ત્યારે પરમકૃપાળુ પરમાત્મા એવા ભોળનાથ હસી પડયા...! તેઓ બોલ્યા દેવતાઓ...! હવે તમે સમજી ગયા હશો કે, મારા વિરકત વિચરણનું રહસ્ય શું છે ? આસકિતમાં બંધનોમાં બંધાયેલો જીવ, ત્યાગનો આધાર લે નહી, ત્યાં સુધી તેનો છુટકારો પણ સંભવ નથી. ...!
આસકિતગ્રત વરાહજીની જયારે આ દુર્ગતિ થઇ તો પછી અન્યની બાબતમાં તો શુંકહેવું...?
એક બાજુ જયા વ્યવહારિક જીવનની મૂઝવણોનું સમાધાન થઇ શકે છે.ત્યાં બીજી બાજુ જીવનમાં અંતર દ્રષ્ટિ વિકસિત કરી શકાય છે. ‘‘હું પર સમર્થ પરમાત્માનો શાશ્વત અંશ છું ની કલ્પના પરથી ગાઢ આસ્થા ઘનઘોર વિપત્તિઓમાં પણ અડગ ઉભા રહેવાનો આધાર પ્રદાન કરે છેઆવી સશકત કલ્પનાઓ દ્વારા સ્વયંને સમર્થ બનાવી શકાય.''

દીપક એન. ભટ્ટ