વિવિધ વિભાગ
News of Monday, 11th September 2023

બીલી વૃક્ષમાં સદાશિવનો વાસ

મહાકાલ મહાદેવજીને બિલ્‍વપત્ર ચડાવવામાં આવે છે. બિલ્‍વ પત્ર પવિત્ર છે. તે મંગળ છે. બીલીપત્ર શિવલીંગ પર ચડાવવાથી સદાશિવ સદૈવ પ્રસન્‍ન રહે છે. તેમની કૃપા ભક્‍તજનો પર ઉતરે છે.

એમ કહેવાય છે કે, બીલીના વૃક્ષમાં સદાશિવનો વાસ છે. બીલીવૃક્ષનું જતન અને તેનું પૂજન કરવું જોઇએ.

બિલ્‍વની ઉત્ત્ત્‍ઠપતિની કથા કંઇક એવી છે કે, એક વખત દેવી ગીરીજાના વિશાળ લલાટ પર પરસેવાનું બિંદુ ઉપસ્‍યુ, દેવીએ તેને લૂંછીને જમીન પર ફેંક્‍યું, એ પરસેવાના બુંદમાંથી ે અકે વિશાળ વૃક્ષ ઉપસ્‍યું.

એક દિવસ ફરતાં-ફરતાં દેવીએ આ વૃક્ષ જોયું. તેમણે તેની સહેલીને કહ્યું કે આ વૃક્ષ જોઇને મને ખુબ ખુશી થાય છે.

ત્‍યારે સહેલીએ જણાવ્‍યું કે, દેવી!! આ વૃક્ષ આમના આપના પ્રસ્‍વેદ બિંદુમાંથી ઉગ્‍યું છે. ત્‍યારે દેવીએ તે વૃક્ષનું નામ રાખ્‍યુ...બિલ્‍વ

બિલ્‍વ વૃક્ષના પત્રને બીલીપત્ર કહે છે. ત્રણ પાંદડાનો સમુહ હોય છે. તેમાં બ્રહ્મા, વિષ્‍ણુ અને મહેશ ત્રણેયના ભાગો રહેલાં છે.

બીલ્‍વ વૃક્ષના પાનથી ભોળાનાથનું ભાવપુર્ણ પૂજન કરાય છે.

બીલીના વૃક્ષના થડમાં દેવી દક્ષાયણી શાખાઓમાં મહેશ્વરી, પત્રોમાં પાર્વતી,  ફળમાં કાત્‍યાયની, છાલમાં ગૌરી અને પુષ્‍પમાં ઉમાદેવીનો વાસ હોવાનું મનાય છે અને બીલી વૃક્ષના કાંટાઓમાં નવ કરોડ શક્‍તિનો ભંડાર વાસ છે. બીલ્‍વ વૃક્ષનો આવ અદભૂત મહિમા છે.

દેવાધિદેવ મહાદેવજીને જ્‍યારે બીલીપત્ર ચડાવવામાં આવે ત્‍યારે આ મંત્ર બોલવો જોઇએ.. ત્રિદલં ત્રિગુણાકારં ત્રિનેત્ર ત્રિયાષુતમ ત્રિજન્‍મ આપ સઁહાર એક બિલ્‍વ પત્ર શિવાપણમ

બીલ્‍વપત્રને જ્ઞાન-ભક્‍તિ-કર્મનું પ્રતિક માનવામાં આવે છે. ભક્‍તજન જ્‍યારે ભોળાનાથ મહાદેવજીની ઉપાસના આરાધના કરે ત્‍યારે તેણે મનમાં જ્ઞાન-ભક્‍તિ-કર્મએ ત્રણેય ભાવના કેળવવી જોઇએ.

રત્‍નૈ : કલ્‍પિતમાસનં હિમજલેઃ સ્‍નાનંમ દિવ્‍યકારં

નાના રત્‍ન વિભૂષિતં મૃગગદા મોદાંકિત ચંદનમ્‌ ાા

જાતી ચંપક બિલ્‍વપત્ર રચિતં પુષ્‍પમ ધૂપ તથા દીપ દેવનિધે! પશુપતે!  હૃતક કલ્‍પિત ગૃસતામ

ૐ નમ : શિવાય, ૐ નમ : શિવાય, ૐનમઃ શિવાય,

(12:14 pm IST)