અધ્યાત્મનું ધ્રુવકેન્દ્ર
શ્રાવણ સત્સંગ

હિમાલય માત્ર શિલાઓની હિમાચ્છાદિત પર્વત માળાનો સમુહ નથી તેના કણેકણમાં અણુએ અણુમાં દૈવી ચેતના તેમજ દેવશકિતઓનો વાસ છે. તેથી દેવાત્મા હિમાલયને અધ્યાત્મનું ધ્રુવ કેન્દ્ર પણ કહેવાય છે.
કવિ કાલિદાસને તો હિમાલયના એક એક પથ્થરમાં ભગવાન આશુતોષ એટલે કે ભોળાનાથ મહાદેવના પગલા દેખાતા હતા અને એટલા માટે જ તેમણે પવિત્ર કાવ્ય ‘‘કુમાર સંભવ''ની શરૂઆત હિમાલયનો મહિમા ગાવાથી કરી હતી.
ઋગવેદમાં પણ હિમાલયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ભગવાન શ્રીકૃષ્ણ હિમાલયને પોતાનું સ્વરૂપ જણાવે છે બધા પ્રકારના યજ્ઞોમાં હું જપયજ્ઞ છુ અને સ્થિર રહેનારા પર્વતોમાં હુ હિમાલય છું.
હિમાલય ભગવાન ભોળાનાથ મહાદેવ અને શકિતા મા-પાર્વતીની લીલાભૂમિ છે સ્વામી કાર્તિર્કય તથા ગણેશજીનું ઉદ્દભવસ્થાન છે.
કૈલાસ હિમાલયનું સૌથી પાવન શિખર છે.ભવાની અને ભોળાનાથ તેની પર નિવાસ કરે છે આમ હિમાલય કોઇ સામાન્ય પર્વત નથી તે જડ દેખાતો હોવા છતા ચૈતન્ય સ્વરૂપ છે કારણ કે તે ભગવાનનું જ પાવનરૂપ છ.ે
હિમાલયનું દિવ્ય, મુગ્ધ, તથા સ્વર્ગીય સૌદર્ય તુ છે. આ સૌદર્ય ભૌતક નથી દિવ્ય છે. લૌકિક નથી અલૌકીક છે તે સૌર્દર્ય શાશ્વત સનાતન, અને મનને શાંતિ આપનારૂ છે.
હિમાલય મહાન તપસ્વીઓની પ્રચંડ તપસ્યા સાક્ષી છે અને તેમની પતોભુમિ છે. માતા પાર્વતીએ કઠોર તપ કર્યું હતું તપમાં મન એવુ લાગી ગયું કે શરીરની સુધબુધ ખોઇ બેઠા.
હિમાલયમાં મહર્ષિ વ્યાસે મહાભારત જેવા મહાન આધ્યત્મિક ગ્રંથની રચના કરી. આદ્ય શંકરાચાર્યને હિમાલયમાં આવેલા જયોર્તિમઠ, બ્રહ્મજયોતિના દર્શન થયા હતા ગીતા ઉપનીષદ અને બ્રહ્મસુત્રનું ભાષ્ય તેમણે અહી જ કર્યુ હતું. તેમણે બદરીનાથ ધામમાં ભગવાન વિષ્ણુ તેમજ કેદારનાથ તિર્થમાં સદાશિવ શંકરના જયોતીર્મય સ્વરૂપની સ્થાપના કરી હતી.
ગૌરીશંકર કૃષ્ણશૈલ ઘોલાગીરી કાંચનજંધ કેદારનાથ નિલકંઠ જેવા હિમાલયના ઉતુંગ શિખરો સમગ્ર સંસારને સત્ય શાંતિ કરૂણા તથા પ્રેમનો શાશ્વત સંદેશ આપે છે.
તો બીજી બાજુ ંગંગા, યમુના, સરસ્વતી, સિંધુ, જેલમ, રાવી, ગંડકી વગેરે સરિતાઓ આપણા આ પૌરાણીક રાષ્ટ્ર માટે અન્નનો ભંડાર ભરવા માટે મદદ કરે છે ભારતની આ પવિત્ર ધરા દેભૂમિ અને જીવતંતીર્થ સમી છે.
દીપક એન. ભટ્ટ
