પરમાત્માનો આ સુંદર સંસાર
શ્રાવણ સત્સંગ

એક કુવામાં એક દેડકો રહેતો હતો અને તે કુવાની નાનકડી દુનિયામાં મસ્ત રહેતો આ દેડકાને બહારની દુનિયાની બિલકુલ ખબર હતી જ નહી તેણે બહારની દુનિયા જોઇ ન હતી.
પરંતુ એક દિવસ આ કુવાની પાળ ઉપર એક હંસ આવીને બેઠો.
દેડકાએ તો તેની સાથે વાતોકરવા માંડી, હંસે તેને બહારની દુનિયાની સુંદરતા અને આ દુનિયા કેટલી મોટી છે તેની વાત કરી.
હંસની વાત સાંભળીને દેડકાને બહુજ આヘર્ય થયું તેને લાગ્યું કે હંસ તો ગપ્પા મારે છે આટલી મોટી દુનિયા હોઇ શકે ? આ કુવા સિવાય બીજી કોઇ દુનિયાજ નથી તેમ તેને લાગ્યું.
દેડકાએ પોતાની શંકા હંસ પાસે રજુ કરી તો હંસે કહ્યું તું કુવામાંથી બહાર નીકળ અને મારા પર સવાર થઇ જા મને મજબુત પકડી રાખજે દેડકાએ પ્રમાણે કર્યું.
હંસ જેવુ વિશાળ આકાશમાં ઉડવાનું શરૂ કર્યું એની સાથે જ દેડકાને અનુભવ થયા લાગ્યો કે હું આ દુનિયાને જેવી માનતો હતો એવી તો નથી જ પણ અત્યંત વિશાળ છે દેડકાને કુવામાંથી બહા ર આવતા જવાસ્તવિકતાનુ ભાન થયું જીવનમાં આપણે પણ આવા કુપમ઼ુંડુક બની જઇએ છીએ આપણને જે આપણો સંસાર જ દેખાય એજ સત્ય લાગે પરંતુ જેમણે સુંદર સંસાર બનાવ્યો છે. એમનો કોઇ અનુભવજ નથી.
અને એનુ કારણ એ છે કે આપણે પોતાને આ સંસારૂપી વૃક્ષનો જ એક ભાગ માની લીધો છે એમાં બહાર નીકળવા માટે પરમ કૃપાળુ પરમાત્મા રૂપી હંસની હાજરીની જરૂર પડે છે.
પરમાત્મા કહે છે કે, અહંતા મમતા તથા વાસનારૂપ મજબુત મુળીયાવાળા સંસારરૂપી વૃક્ષને વૈરાગ્યથી જ છેદી શકાય છે વાસના રૂપી મુળીયા તો સર્વત્ર બધા લોકોમાં વ્યાપેલા છે. તો પછી તેમને કયાં કાપવા ? નામ, માન, પદ, પ્રતિષ્ઠા, પૈસો, સબંધોએ બધા મુળીયા જ છે. તેમાંથી એકને કાપીશું તો બીજુ વધી જશે પરમાત્મા કહેછે કે તે સર્વત્ર છે
માટે જો સંસકારરૂપી પુત્ર સાથે વૈરાગ્યનો અનુભવ કરવો હોય તો આપણે સંકુચિતતામાં બહાર આવવુ પડશે. અને તે દ્રઢ વૈરાગ્યા દ્વારા જ શકય છે.
વૈરાગ્યની સ્થાપના કર્યા પછી પરમાત્માને શોધવા જોઇએ પરમાત્માતો નિત્યપ્રાપ્ત છે.દ્રઢ વૈરાગ્ય પ્રાપ્ત થાય છે સાધુ સ્વરૂપ પ્રગટ થાય છે અને આપણે પરમાત્મા તરફ પરમાત્વ તરફ આગળ વધવા માંડીએ છીએ.
દીપક એન. ભટ્ટ
