શ્રાવણ સત્સંગ
સૃષ્ટિનું સંતુલન કરે છે મહાકાલ

મહાકાલ મહાદેવજીના હાથમાં ત્રિશુલ અને ડમરૂ હોય છે. ત્રિશુલ એ ત્રણે લોક, ત્રણ ગુણ, ત્રણ નાહીઓ વગેરેમાં સંતુલન રાખવાનું પ્રતિક છે.
જો ત્રણેય ગુણ સમ્યક પ્રમાણમાં રહે તો સૃષ્ટિનું સંતુલન જળવાઇ રહે છે. મહાદેવજીએ જવાબદારી પોતે નિભાવે છે અને એટલે જ આ સચરાચર જગતમાં વ્યવસ્થા જળવાઇ રહે છે.
ડમરૂ એ જાગૃતિનું સંગીત અને ઉલ્લાસનું પ્રતિક મનાય છે.
ભોળાનાથે કંઠમાં વિષ કારણ કરેલું છે, તે આપણને એવો બોધ આપે છે કે માનવીએ કડવાશ તથા ખરાબ અનુભવોને બહાર વ્યકત કરવા જોઇએ નહી. તે પોતાના મન તેમજ અંતરમાં પણ રાખવા જોઇએ નહી. જે પોતાના માટે તથા સમાજ માટે નુકસાન કારક હોય એને એક સીમામાં જ બાંધી રાખીશું તો સમાજમાંથી વિષ ઘરશે.
ભોળનાથ મહાદેવને સંગીતના જનક મનાય છે. સંગીતથી જીવનમાં મૃૃદૃતા, રસ, આનંદ વગેરે પેદા થાય છે. તે બધાના આત્માને જગાડે છે. જયારે માનવીય સુશુપ્ત થાય થાય થાકી જાય નિરાશ અને હતાશ થઇ જાય ત્યારે ભોળાનાથનું ડમરૂ જ એમાં મધુરતાનો સંચાર કરે છ.ે
આ ઉપરાંત બીજા અનેક વિરોધાભાસોનો અતિ સુંદર સમન્વય ભગવાન શંકરમાં જોવા મળેછે.
એક બાજુ જોઇએ તો તેઓ પરમ કલ્યાણકારી, ભોળાભંડારી છે તે બીજી તરફ તાંડવ કરનાર મહારૂદ્ધ પણ છે.
દરેક માનવીએ ભોળાનાથ મહાદેવજીની જેમ શ્રેષ્ઠના સંરક્ષક બનવું જોઇએ અને અનિતિના સંહારક પણ બનવુ જોઇએ.
શુભ તથા સત્ય પ્રત્યે સંદેવનશીલ તથા અશુભ પ્રત્યે કઠોર બનવું જોઇએ.
મહાદેવજી ગૃહસ્થ હોવા છતા વિતરાગીત, આદિ, યોગી પણ છ. તેમનો આ ગુણ આપણને એ સંદેશ આપે છે કે યોગના માર્ગે જવા માટે તથા ઇશ્વરભકિત કરવા માટે ગૃહ ત્યાગ કરવાની જરૂર નથી.
ત્યાગ તો પોતાની ખરાબ પ્રવૃતિઓ આસકિત તથા આહંકારનો કરવો જોઇએ જેથી અંતઃકરણ યોગ કરવા માટે અનુકુળ બને

દીપક એન. ભટ્ટ