તનાવ ભર્યા યુગમાં વરદાનરૂપ વિશ્વવ્યાપી ઓશો સક્રિય ધ્યાન

પ્રશ્નઃ- જયારે અમે તમારા સાનિધ્યમાં ધ્યાન કરીએ છીએ અથવા ટેપ દ્વારા ધ્યાન કરીએ છીએ તો ચરણ બદલવા માટે દશ મિનિટ સમયનો ખ્યાલ આવી જાય છે, પરંતુ જો આપણે આપણી જાતે ટેપ વિના ધ્યાન કરી રહ્યા હોય તો સમયનો ખ્યાલ કેવી રીતે આવે ?
કોઇ ફર્ક પડતો નથી. દશ મિનિટ કે આઠ મિનિટ થઇ કે બાર મિનિટ થઇ, તો પણ કોઇ ફેર પડતો નથી. અનુમાનથી તમે ચાલુ રાખો અને દશ-પાંચ દિવસમાં તમારૂં અનુમાન થીર થઇ જાશે. આપણને મુશ્કેલી થઇ ગઇ છે, કેમ કે આપણે ખોટી યોજનાઓ બનાવી લીધી છે. એટલા માટે અંદરની ઘડિયાળ છે, તે કામ કરી શકતી નથી. નહિતર બાયોલોજિકલ ઘડિયાળ પણ અંદર છે, જે કામ કરે છે. તમને ૧૧ વાગે રાત, ૧ર વાગે રાત નીંદર કેમ આવવા લાગે છે ? સવારે જો તમે છ વાગે ઉઠો છો અથવા ચાર વાગે, તો નીંદર કેમ ઉડી જાય છે ? જો તમે બાર વાગે જમો છો અથવા એક વાગે તો આ સમયે ભૂખ કેમ લાગે છે ? શું કારણ છે ?
એક બાયોલોજિકલ સમયે, અંદર એક જૈવિક કામ ચાલી રહ્યું છે. જેવી રીતે ઋતુઓ બદલાય છે. કયાંય કોઇ ઘડિયાળ અને કયાંય કોઇ કેલેન્ડર નથી, સમય આવ્યે બદલી જાય છે. સાંજ થાય છે. સવાર થાય છે, સૂરજ સમય પર સવાર બની જાય છે. સાંજ થઇ જાય છે. એવું અંદર એક રિધમ છે દરેક ચીજની તે રિધમમાં પોતાની રીતે બધીજ ચીજો બની જાય છે.
દશ-પાંચ દિવસ તમે ધ્યાન કરશો, તમારી અંદરની ઘડિયાળ પકડાઇ જાશે ઠીક દશ મિનિટ, ઠીક દસ મિનિટ પ્રક્રિયા થઇ જાશે. પરંતુ આપણો ભરોસો આપણા ઉપરનો ખોવાઇ ગયો છે. જેટલા આપણે ઇસ્ટુમેંટ તૈયાર કર્યા છે., એટલો આપણા પરનો ભરોસો ખોવાઇ ગયો છે. કોઇને પોતાના પર ભરોશો નથી.
રાતે સૂતી વખતે નકકી કરીને સૂઇ જાવ કે સવારે પાંચ વાગે ઉઠવું છે તો ઠીક સવારે પાંચ વાગે નીંદર ઉડી જાશે. હવે નીંદરમાં ઉઠીને તમે ઘડિયાળ નથી જોઇ, જાગીને તમે જોશો તો ઠીક પાંચ વાગ્યા છે. અને ઘણીવાર તો એવું થશે કે તમે ઠીક પાંચ વાગે ઉઠવાનો નિર્ણય કરીને સૂઇ જાવ, અને ઘડીયાળ જો ખોટી હશે તો તમે મેળવી લો તે પાંચ જ વાગ્યા છે, ખોટુ હોય તો તમે પાંચ વગાડી દો.
થોડોક ધ્યાનનો પ્રયોગ વધશે તો તમારી અંદરની બાયોલોજિકલ સમય સેંસ ઉત્પન્ન થવાની શરૂ થઇ જાશે. તે બધું અસ્તવ્યસ્ત થઇ ગયું છે કેમ કે આપણે તેમનો કોઇ ઉપયોગ કરતા નથી. બધી ચીજોનો સમય છે, તે અંદરથી પકડી લેવાય છે. તેમની બહુ ચિંતા ન કરો અને દશ કે બાર મિનિટ થઇ કે આઠ, એનાથી વધારે ભૂલ થાશે નહિ, તેનાથી કોઇ નુકશાન થવાનું નથી.
-ઓશો
ધ્યાન દર્શન-૯
સંકલન : સ્વામી સત્યપ્રકાશ-
૯૪૨૭૨-૫૪૨૭૬
આજના મનુષ્યના ચિતની અવસ્થા જોઇને ઓશે કહે છે. ‘‘મનુષ્ય વિક્ષિપ્ત છે, એવું નથી કે થોડાક લોકો વિક્ષિપ્ત છે, આખી મનુષ્યતાજ વિક્ષિપ્ત છે દરેક મનુષ્યની વિક્ષિપ્તતા સામાન્ય સ્થિતિ થઇ ગઇ છે એવું કેમ?
આપણે બધાને દમિત' બનાવી દિધા છે બધાજ રીતની વાતોને અંદર ધકેલીને તે અંદર-અંદર ખુલી રહી છે . તે બધાને જે આપણા સમાજમાં ઉછરીને આગળ વધ્યા છે.'
તમે ક્રોધ, કામ, હિંસા, લોભ બધુજ ભેગુ કરી લીધું છે હવે તે ભેગુ કરેલું તમારી અંદર વિક્ષિપ્તા બની ગયું છે.
પヘમિના મોટાભાગના મનૌ ચિકિત્સકોના મત અનુસાર આજની વિક્ષિપ્ત મનુષ્યતા માટે, ચિંતાથી મુકત કરવા માટે ‘‘સક્રિય ધ્યાન'' ખરેખર ઉપાય સાબિત થઇ રહ્યું છે.
સક્રિય ધ્યાન અત્યારના મનુષ્ય માટે છે. કારણ કે તે વિક્ષિપ્ત છે. મુશ્કેલીમાં છે. બેચેન છે, ચિંતામાં છે.
આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૫ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬
સ્વામિ સત્યપ્રકાશ
૯૪ર૭ર પ૪ર૭૬