યા દેવી શકિતરૂપેણ સંસ્થિતાં
નોરતુ પમું - ભગવતી કલ્યાણી સ્કંદ માતાની આરાધના

નવરાત્રી દરમ્યાન બધા ભકતો દુર્ગા સપ્તથતીનુ પઠન કરતા હોય છે. તેમા બ્રહ્માજીએ માં જગદંબાના નવ સ્વરૂપોની સ્તુતી કરતા જણાવ્યું છ.ે
પ્રથમ શૈલપુત્રીય દ્વિતીય બ્રહ્મયારીણી તૃતીયં ચંદ્રઘંટેતિ કુસ્માંડેની ચતુર્થકમ પંયમમ સ્કંદ માતેની ષષ્ઠ કાત્યાયનીતીય સપ્તમ કાલરાત્રીતી મહાગૌરીતી યાસ્ટમી નવંમ સિધ્ધિદાત્રીય. નવદુર્ગાઃ પ્રરીતીતા ઉકતાન્યેતાની નામાની બ્રહ્મેવ મહાત્મતા
ઉપર સ્તુતીમાં જણાવ્યા મુજબ સ્કંદ માતાએ જગતજનનીનુ પાંચમુ સ્વરૂપ છે અને પાચમાં નોરતાની અધિષ્ઠાત્રી દેવી મનાય છે અને એ દિવસે ભગવતી કલ્યાણી માતા રાજરાજેશ્વરી માં સ્કંદ માતાની આરાધના કરવામાં આવે છે.
સ્કંદ માતાની ચાર ભુજાઓ છે જમાં માતાજીએ બન્ને હાથોમાં કમળનું ફુલ રાખેલ છ.ે એક ભુજા પોતાના ભકતોને આશીષ આપતી મુદ્રામાં ઉપર રાખ્યો છે. જયારે ચોથી ભુજાથી પોતાના પુર સ્કંદને તેડેલ છે. માતાજી પદ્માસીના છે અને તેમનું વાહન સિંહ છે સ્કંદમાતા ધ્રુવમંડળની અધિષ્ઠાત્રી દેવી હોવાથી તેમની ઉપાસના કરનાર અલૌકિત તેજ અને કાંતી પ્રાપ્ત કરે છે. એવુ મનાય છે કે કવિ કાલીદાસ રચિત મહાકાવ્ય મેઘદુત અને રઘુવંમ તેમના પર માતાજી સ્કંદ માતાની કૃપા હોવાને કારણે રચાયા હતા કારણ તેમની પુજા અને સાધનાથી વિદ્યતા અને અલૌકિત ચેતનાની પ્રાપ્તી થાય છે અને મોક્ષનો માર્ગ સુલભ બને છ.ે
સ્કંદમાતાનુ સૌથી જુનુ મંદિર કાશી (વારાણસી) માં બલેશ્વરી દેવી મંદિર પરિસરમાં આવેલ છે. માત્ર નવરાત્રીમાંજ મંદિર આખો દિવસ ખુલ્લુ રહે છ.ે
માતાજીની આરાધના માટે નવરાત્રીના પાંચમા દિવસે થાગોકલ વિધિ અનુસાર પુજન અર્ચનનુ ખુબ મહત્વ છે. આધ્યાત્મ પથના સાધકો આ દિને વિયુધ્ધ ચૈતન્યની આરાધના કરે છે. સ્કંદ માતા સૌના મંગલકારી કલ્યાણી થિવા છે અને બધા પુરૂષર્થોની સિધ્ધિ પ્રદાયક છ.
દીપક એન. ભટ્ટ
મો. ૯૮રપ૧ પપ૩પ૪