જામનગરમાં ફ્રૂટની લારી ચલાવતા સામાન્ય પરિવારનો ૧ર વર્ષનો પુત્ર આઇસીયુમાં : કિડનીની ગંભીર માંદગી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ર૯ : જામનગરના આર્થિક નબળા પરિવાર ઉપર સંકટ આવી પડ્યું છે ૧ર વર્ષના બાળકની તબીયત લથડતા હાલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યો છે ત્યારે આ પરિવારને મદદ કરવા હાકલ કરાઇ છે. અકિલા પરિવારે પણ પ્રાથમિક મદદ મોકલી છે.
જામનગરના વામ્બે આવાસમાં રહેતા ફ્રૂટની લારી ચલાવીને ગુજરાન ચલાવતા આર્થિક નબળા પરિવારના ૧૨ વર્ષીય રિશી અશોકભાઈ ગણાત્રાને કિડનીમાં પાણી ભરાવાથી ખુબજ ગંભીર હાલતમાં જી.જી.હોસ્પિટલમાં આઈ.સી.યુ. માં સારવાર હેઠળ છે.
તેઓના પરિવારની સ્થિતિ ખૂબજ નબળી હોવાથી આર્થિક મદદ કરવા ગુહાર કરાઈ છે. એક જ કીડીની હોય અને ત્યાં પણ પાણી ભરાયા છે. જેને લઈને રિશી હાલ કોમામાં છે. અને અત્યંત નાજુક પરિસ્થિતિમાં છે.
ત્યારે માનવતા ખાતર આ પરીવારને રિશીના પિતા અશોકકુમાર અમૃતલાલ ગણાત્રાના સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકના હરિયા સ્કૂલ બાંચમાં એકાઉન્ટ નંબર. ૭૮૦૨૮૬૨૦૩૯-૯ અને તેના આઈ.એફ.સી.કોડ SBINOR RSRGB અને માઈકર કોડ ૩૬૧૬૬૨૦૦૪ છે. આ એકાઉન્ટમાં આર્થિક મદદ કરવા ટહેલ છે. રિશીના પિતા અશોકભાઈનો મોબાઈલ નંબર.૯૪૦૮૦૫૪૯૯૬ અથવા તો ૯૦૩૩૦૭૦૮૦૦ પર પણ વધુ વિગતો માટે સંપર્ક કરી શકો છો.
