ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ - ૩૧૮
ઓશોના ધ્યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્યો

બાળકોની આઝાદી
‘‘બાળકોની આઝાદી જરૂરી છે. દુનીયાની આ સૌથી મોટી જરૂરીયાત છ.ે કારણ કે બીજી કોઇપણ ગુલામી તેના જેવી ખતરનાક અને વિનાશક નથી બાળકોને પોતાની જાતને ઓળખવા દેવામાં આવતા નથી''
સમાજ બાળકોને આ રીતે જ વર્તન કરવુ જોઇએ તેવુ કહીને ગુલામો બનાવી રહ્યો છે. સમાજ આદર્શ અને વિચારો આપી રહ્યું છે અને તરત જ બાળક ટેવાઇ જાય છે કે તે હીંદુ છે. તે પુરૂષ છે અને તેને પુરૂષની જેમ જ વર્તવું જોઇએ તેણે રોવુના જોઇએ છોકરીઓસ્ત્રીની જેમ વર્તન કરવા લાગે છે. તેણે ઝાડ ઉપર ના ચડવુ જોઇએ કારણ કે તે છોકરાઓ કરે છે ધીમે-ધીમે મર્યાદાઓ વધતી જાય છે. પછી દરેક વ્યકિત ગુંગળામણ અનુભવ કરે છે. આ પરિસ્થિતી છે દરેક વ્યકિત ગુંગળામણ અનુભવે છ.ે અને અંદર ઉંડે કયાંક મુકતી ઇચ્છે છે પરંતુ કઇ રીતે ?
એવુ લાગે છે કે આપણી આજુબાજુના જે દિવાલો બનાવવામાં આવી છે તે ખૂબજ મજબુત છે અને લોકો આખી જીંદગી આ જેલમાં વીતાવે છે અને મરી જાય છે. કયારેય જાણી શકતા નથી કે જીંદગી શુ છે, કયારેય વિરાટ અસ્તીત્વને પામી શકતા નથી.
મનની આ ખોટી ઉભી કરેલ વ્યવસ્થા છે ધ્યાનનો ધ્યેય આ અવસ્થા તોડવાનો છે. દિવાલોમાંથી બહાર નીકળવાનું છે જે માતા-પીતાએ, સમાજે પૂજારીઓએ અને નેતાઓએ કરેલુ છે તે ધ્યાન દ્વારા દુર થવુ જ જોઇએ
આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૭ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬
સંકલન-
સ્વામી સત્યપ્રકાશજી
ભાષાંતર-
રાજેશ કુંભાણી
મો.૭૮૭૪૦ ૬૦૩૩૧