ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ- ૨૮૬
ઓશોના ધ્યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્યો

કોઇપણ સ્થળે કોઇપણ સમયે
‘‘ધ્યાનને સમય અને સ્થળ સાથે કઇ લેવા દેવા નથી તેને તમારી સાથે સબંધ છે તેથી જયારે તમે તમારી દૈનીક કાર્યમાંથી મુકતી મળે, વિશ્રામ કરો અને તેને થવા દો તે કોઇપણ સ્થળે અને સમયે થઇ શકે છ.ે''
ધ્યાનને કોઇ બંધન નથી ધીમે-ધીમે તમે વધારે સચેત થતા જશો પછી તમે જે કઇપણ કરતા હશો તે ઉપર છલ્લુ રહેશે. અંદર તો ધ્યાન જ રહેશે. બજારમાં પણ બધા જ તોફાનો વચ્ચે તમે શાંત રહી શકસો જયારે કોઇ તમારૂ અપમાન કરે છે, તમને ચીડવે છે. તો પણ અંદર તો શાંતી જ રહેશે ઘણાબધા વિક્ષેપો વચ્ચે ઘણા કેન્દ્ર તો અવિચલીત જ રહેશે પરંતુ તે મન દ્વારા સંચાલન ના થઇ શકે તે હૃદયથી જ થઇ શકે.આ ક્ષણ જ ધ્યાન છે. તમારે તેના માટે કઇ કરવાનું નથી. તે પોતાની જાતે જ થશે. આ ક્ષણે કોઇ સમય નથી. આ ક્ષણમાં તમે શાંતી, પવિત્રતા ગુણાતીત અવસ્થા અનુભવી શકો છો.
સંકલન-
સ્વામી સત્યપ્રકાશજી
ભાષાંતર-
રાજેશ કુંભાણી
મો.૭૮૭૪૦ ૬૦૩૩૧
આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૬ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬