ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ - ૨૮૦
ઓશોના ધ્યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્યો

ઝલક
‘‘તે હંમેશા ઝલકથી શરૂઆત થાય છે. અને તે હંમેશા સારૂ છે. જો અચાનક આખુ આકાશ ખુલી જશે તો સહન નહી થાય વ્યકિત પાગલ પણ થઇ શકે છે. જો આત્મ સાક્ષાત્કાર અચાનક જ થઇ જાય''
અચાનક જ જો આત્મ સાંક્ષાત્કાર થાય તો તે ઘાતક બની શકે છે. કારણ કે તે તમારા માટે વધારે પડતુ હશે તમે તેને સ્વીકારવા માટે શકતીમાન નહી હોય પ્રશ્ન આત્મ સાંક્ષાત્કારનો નથી પરંતુ ધીમે-ધીમે તેને કઇ રીતે પચાવવું તેની છે જેથી તે ફકત એક અનુભવના બનીને તમારા અસ્તીત્વનો એક ભાગ બની જાય.
જો તે અનુભવ છે તો આવશે અને જશે તે એક ઝલક બની જશે અનુભવ કયારેય સતત હોતો નથી-તમારૂ-અસ્તીત્વ જ સતત હોઇ શકે તેને એક લયમાં થવા દો જેથી સતત બહાર પણ ના રહો અને અંદર પણ ના રહો ધીમે-ધીમે તમને ખબર પડશે કે તમે તેને રૂપાંતરીત કરી શકો છો પ્રક્રિયા ખૂબજ ધીમેથી થવી જોઇએ-જેમ ફુલ ખૂબ જ ધીમેથી ખૂલે છે કે તમે જોઇ પણ સકતા નથી કે કયારે ખૂલવાની પ્રક્રિયા થઇ.
આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૬ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬
સંકલન-
સ્વામી સત્યપ્રકાશજી
ભાષાંતર-
રાજેશ કુંભાણી
મો.૭૮૭૪૦ ૬૦૩૩૧