પત્નીને મોતને ઘાટ ઉતારી દેનાર સિંગાપોર સ્થિત ભારતીય મૂળના ક્રિષ્ના રાજુને 10 વર્ષની જેલ : 28 વર્ષના લગ્ન જીવન પછી પત્નીના ચારિત્ર્ય ઉપર શંકા કરવાનો કરૂણ અંજામ

સિંગાપોર : પોતાની પત્ની જયારે માત્ર 17 વર્ષની હતી ત્યારે તેની સાથે લગ્ન કરી લેનાર ક્રિષ્ના રાજુ તેને બેહદ ચાહતો હતો.તેનું લગ્ન જીવન 28 વર્ષ સુધી સુખરૂપ ચાલ્યું હતું .પરંતુ ત્યાર પછી પત્નીને કોઈ સાથે આડા સબંધ હોવાની શંકા જતા તેણે પત્નીની બેરહેમી પૂર્વક હત્યા કરી નાખી હતી.જેના પરિણામે તેને સિંગાપોર કોર્ટે 10 વર્ષની જેલસજા ફરમાવી છે.
2016 ની સાલમાં ઉપરોક્ત ઘટના બની હતી.જે અંતર્ગત શંકાશીલ માનસ ધરાવતા 53 વર્ષીય રાજુએ પત્ની ઉપર ઉપરાછાપરી 17 પ્રહારો કર્યા હતા જેમાં છાતી ઉપર કરેલા 5 પ્રહાર જીવલેણ નીવડ્યા હતા.રાજુને ડિપ્રેશનમાં આવી ગયો હોવાનું માન્ય રાખી તેને નામદાર કોર્ટે 12 વર્ષને બદલે 10 વર્ષની જેલસજા ફરમાવી હતી.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.