" બ્લેક વ્હાઇટ મેટર " : અમેરિકામાં પ્રેસિડન્ટ પદની ચૂંટણીના પ્રચારમાં ગરમાવો : ડોનાલ્ડ ટ્રમ્પએ અશ્વેત દેખાવકારોને આડે હાથે લીધા : વિરોધ પ્રદર્શન વખતે મહાત્મા ગાંધીની પ્રતિમા પણ તોડી નાખનાર લોકોને ' ઠગ ટોળી 'નું બિરુદ આપ્યું

મીનીસોટા : અમેરિકામાં 3 નવેમ્બરના રોજ યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણીનો સમય જેમજેમ નજીક આવતો જાય છે તેમતેમ ચૂંટણી પ્રચારમાં ગરમાવો આવતો જાય છે.
તાજેતરમાં મીનીસોટા મુકામે યોજાયેલા ચૂંટણી પ્રચાર સમયે રિપબ્લિકન પાર્ટીના પ્રેસિડન્ટ પદના ઉમેદવાર તથા અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ ' બ્લેક એન્ડ વ્હાઇટ ' મેટરને ટચ કરી લીધી હતી.તેમણે અશ્વેત દેખાવકારો દ્વારા થયેલા વિરોધ પ્રદર્શનો અંગે જણાવ્યું હતું કે આ લોકોએ દેખાવો દરમિયાન જાનમાલને નુકશાન પહોચાડ્યું હતું.તેમજ મહાત્મા ગાંધીની પ્રતિમા પણ તોડી નાખી હતી .
તેમણે પોતાના પ્રતિસ્પર્ધી ડેમોક્રેટ પાર્ટીના પ્રેસિડન્ટ પદના ઉમેદવાર જો બિડન ઉપર પણ પ્રહાર કરતા જણાવ્યું હતું કે જો તેઓ ચૂંટાઈ આવશે તો મીનીસોટા ' રેફ્યુજી નગરી ' બની જશે .