News of Thursday, 17th September 2020
ઇસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા પાકિસ્તાની અમેરિકન ડોક્ટર મુહમ્મદ મસુરનું મનોવૈજ્ઞાનિક પરીક્ષણ કરાશે : અદાલતી કાર્યવાહી સમજી શકતો નથી તેવો મસુરના વકીલનો બચાવ

વોશિંગટન : ઇસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા પાકિસ્તાની અમેરિકન ડોક્ટર મુહમ્મદ મસૂદનું મનોવૈજ્ઞાનિક પરીક્ષણ કરાવવાનું નક્કી થયું છે.તે અમેરિકા ઉપર લોન વુલ્ફ હુમલો કરાવવાની સાજીશમાં હતો . તે આતંકવાદી સંગઠન સાથે જોડાયેલો હોવાનો આરોપ છે.
આ ડોક્ટર પોતાનો બચાવ કરવા સક્ષમ છે કે કેમ તે જાણવા માટે તેનું મનોવૈજ્ઞાનિક પરીક્ષણ કરાવવાનું નક્કી થયું છે.મિનિયાપોલીસ સેંટ પોલ એરપોર્ટ ઉપરથી 19 માર્ચના રોજ તેની ધરપકડ કરાઈ હતી.
મસૂદ વર્ક વિઝા મેળવી અમેરિકા આવ્યો હતો.તેના વકીલે જણાવ્યું હતું કે તે અદાલતની કાર્યવાહી સમજી શકતો નથી.તેથી અદાલતે તેનું મનોવૈજ્ઞાનિક પરીક્ષણ કરાવવાનો આદેશ કર્યો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
(7:59 pm IST)