ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર પૂર્વ મોડેલ એમી ડોરિસે યૌન શોષણનો આરોપ લગાવ્યો : 1997 ની સાલમાં ટેનિસ મેચ દરમિયાન જબરદસ્તીથી મને ખેંચી લઇ કિસ કરી લીધી હતી

વોશિંગટન : અમેરિકામાં 3 નવેમ્બરના રોજ યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણીએ રાજકીય સ્વરૂપ પકડી લીધું છે.ઉમેદવારો ઉપર સાચાખોટા આક્ષેપોની ઝડી વરસી રહી છે.તેવા સંજોગોમાં રંગીન મિજાજી ગણાતા વર્તમાન પ્રેસિડન્ટ અને રિપબ્લિકન પાર્ટીના પ્રેસિડન્ટ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર પૂર્વ મોડેલ એમી ડોરિસે યૌન શોષણનો આરોપ લગાવ્યો છે.
આ મોડેલે જણાવ્યા મુજબ ટ્રમ્પએ 1997 ની સાલમાં ટેનિસ મેચ દરમિયાન જબરદસ્તીથી મને ખેંચી લઇ કિસ કરી લીધી હતી . જોકે ટ્રમ્પના વકીલે આ બાબતને રદિયો આપી દીધો છે. તથા જણાવ્યું છે કે મોડેલ દ્વારા ટ્રમ્પની છબી ખરડવાની કોશિષ થઇ રહી છે.
ઉલ્લેખનીય છે કે રંગીન મિજાજી ગણાતા ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર 2016 ની સાલમાં પણ આવા આરોપો લગાવાયા હતા.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે