પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં કથિત વિદેશી હસ્તક્ષેપ કરતાં વધુ ભય પોસ્ટલ બેલેટ પેપરનો છે : ઘાલમેલ થઇ શકે : કોઈની બદલે કોઈ મત આપી દયે તેવી પણ શક્યતા : ડોનાલ્ડ ટ્રમ્પ

વોશિંગટન : અમેરિકામાં 3 નવેમ્બરના રોજ યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણી અંગે મંતવ્ય આપતાં રિપબ્લિકન પાર્ટીના પ્રેસિડન્ટ પદના ઉમેદવાર તથા વર્તમાન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ જણાવ્યું હતું કે આ ચૂંટણીમાં કથિત વિદેશી હસ્તક્ષેપ કરતાં વધુ ભય પોસ્ટલ બેલેટ પેપરનો છે .જેમાં ઘાલમેલ થવાનો અવકાશ છે.કોઈની બદલે કોઈ મત આપી દયે તેવી પણ શક્યતા છે.ઉપરાંત ચૂંટણીની તારીખ વીતી જાય પછી પણ મોટી સંખ્યામાં આવી શકતા મતો વિવાદાસ્પદ બની શકે છે.
તેમણે ઉમેર્યું હતું કે ડેમોક્રેટિક શાસન હેઠળના રાજ્યોમાં પોસ્ટલ બેલેટથી મતદાનનું આયોજન કરાયું છે.જે યોગ્ય નથી.
સામે પક્ષે ડેમોક્રેટિક રાજ્યોના ગવર્નરોના જણાવાયા મુજબ કોરોના વાઇરસના કહેરને કારણે લોકો મતદાન મથક સુધી આવી ન શકે તેથી પોસ્ટ બેલેટથી મતદાનનું આયોજન કર્યું છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.