દર ત્રણમાંથી 2 ઇન્ડિયન અમેરિકનનો ઝોક ડેમોક્રેટ પાર્ટીના પ્રેસિડન્ટ પદના ઉમેદવાર જો બિડન તરફી : 28 ટકા ભારતીયો ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન આપવા ઉત્સુક : ઇન્ડિયાસ્પોરા તથા એશિયન અમેરિકન્સ ઓફ પેસિફિક આઈલૅન્ડર્સ (AAPI) નો સર્વે

વોશિંગટન : અમેરિકામાં 3 નવેમ્બરના રોજ યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં અમુક સ્ટેટ તથા શહેરોમાં ભારતીયો તથા એશિયન કોમ્યુનિટીના મતો નિર્ણાયક ભાગ ભજવી શકે છે.તેથી તેઓના મતો અંકે કરવા રાજકીય પક્ષો વચ્ચે હોડ શરૂ થઇ ગઈ છે.
તાજેતરમાં ઇન્ડિયાસ્પોરા તથા એશિયન અમેરિકન્સ ઓફ પેસિફિક આઈલૅન્ડર્સ ( AAPI ) દ્વારા કરાયેલા સર્વેમાં જાણવા મળ્યા મુજબ 66 ટકા ભારતીયોનો ઝોક ડેમોક્રેટ પાર્ટીના પ્રેસિડન્ટ પદના ઉમેદવાર જો બિડન તરફી જોવા મળ્યો છે.જયારે રિપબ્લિકન ઉમેદવાર વર્તમાન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ તરફી ઝોકમાં પણ અગાઉ કરતા વધારો જોવા મળ્યો છે.જે 28 ટકાએ પહોંચેલ છે.
ઉલ્લેખનીય છે કે ભારતીય મતદારોની સંખ્યા ફ્લોરિડામાં 87 હજાર ,પેંસીલેનીયામાં 61 હજાર ,જ્યોર્જિયામાં 57 હજાર ,મિચીગનમાં 45 હજાર ,નોર્થ કેરોલિનામાં 36 હજાર ,તથા ટેક્સાસમાં 1 લાખ 60 હજાર જેટલી થવા જાય છે.જેઓનો ઝોક ગમે ત્યારે ફરી શકે છે.
રાજકીય પંડિતોના મતે વાઇસ પ્રેસિડન્ટ પદના ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર તરીકે ભારતીય મૂળના મહિલા સુશ્રી કમલા હસન ,તેમજ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની વધી રહેલી લોકપ્રિયતા ,તથા ભારતીયોના મતોની સંખ્યા અમેરિકાની પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં મહત્વનો ભાગ ભજવી શકે છે.