News of Saturday, 14th March 2020
અમેરિકા સ્થિત ભારતીય દૂતાવાસે 24 કલાક અને સાતે દિવસ માટેની હેલ્પલાઇન શરૂ કરી : ભારત સરકારે વિઝા ઉપર મુકેલા બાન અંગે પ્રશ્નો હોય તો ચોખવટ સાથે જાણકારી આપશે

વોશિંગટન : ભારત સરકારે કોરોના વાઇરસ સામે તકેદારીના પગલાંરૂપે દેશમાં આવવા માટેના વિઝા ઉપર એક માસ માટે મુકેલા બાન અંગે વિષેશ જાણકારી તથા ચોખવટ માટે ભારતીય દૂતાવાસે સમગ્ર યુ.એસ.માં 24 કલાક અને સાતે દિવસ માટે હેલ્પલાઇન સેવા શરૂ કરી દીધી છે.જે વોશિંગટન ઉપરાંત દેશના તમામ સ્ટેટમાં આવેલી ભારતીય દૂતાવાસ કચેરી દ્વારા ચાલુ રહેશે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
(8:26 pm IST)