News of Saturday, 14th March 2020
લંડનમાં બાબાસાહેબ આંબેડકર મ્યુઝિયમ ખુલ્લું મુકવા યુ.કે.સરકારની લીલી ઝંડી : 2015 ની સાલમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું હતું

લંડન : 14 નવેમ્બર 2015 ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જેનું ઉદ્ઘાટન કર્યું હતું તે લંડનમાં 10 કિંગ હેન્ની રોડ પર આવેલું બાબાસાહેબ મ્યુઝિયમનું બાંધકામ નિયમ મુજબ થયું નથી તેવું કારણ આપી સ્થાનિક વહીવટી તંત્રએ લગાવેલી રોક અંતે ઉઠાવી લેવાઈ છે.ભારત સરકારે યુ.કે.સરકારને આ બાબતે કરેલી અપીલ આખરે માન્ય કરાઈ છે.
ઉલ્લેખનીય છે કે બાબાસાહેબ લંડનમાં 1921-1922 ની સાલમાં સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં અભ્યાસ કરતા હતા ત્યારે જે સ્થળે રહેતા હતા તે સ્થળ મહારાષ્ટ સરકારે ખરીદી લઇ ત્યાં આંબેડકર ભવન બનાવ્યું હતું જેને મ્યુઝિયમ તરીકે રૂપાંતરિત કરાયું છે.
(7:05 pm IST)