News of Saturday, 14th March 2020
                            
                            BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરો કોરોના વાઇરસ સામે સુરક્ષાના હેતુથી બંધ : સમૂહ ભેગો ન થાય તે હેતુથી સોશિઅલ મીડિયા દ્વારા દર્શન અને સત્સંગ : અમેરિકામાં 100 ઉપરાંત મંદિરોની વેબસાઈટ દ્વારા ભગવાનના નિત્ય દર્શન કરી શકાશે

વોશિંગટન : BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરો કોરોના વાઇરસ સામે સુરક્ષાના હેતુથી હાલની તકે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. સમૂહ ભેગો ન થાય તે હેતુથી લેવાયેલા આ નિર્ણય મુજબ સોશિઅલ મીડિયા દ્વારા દર્શન અને સત્સંગનો લાભ લઇ શકાશે
અમેરિકામાં 100 ઉપરાંત BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરો આવેલા છે. જે મંદિરોની વેબસાઈટ દ્વારા ભગવાનના નિત્ય દર્શન કરી શકાશે તથા સોશિઅલ મીડિયાના માધ્યમ દ્વારા સત્સંગ પણ કરી શકાશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
							(1:56 pm IST)
							
							
                            
    