અમિત જાની જો બિડનના ચૂંટણી કમપેનમાં મહત્વના સ્થાન ઉપર છે જ : તેમને કમપેનમાંથી હટાવી દીધાની અફવાને ગોલ્ડ સ્ટાર ફાધર ખીઝર ખાનનો રદીઓ

ન્યુજર્સી : અમેરિકાના પ્રેસિડન્ટ પદના ડેમોક્રેટ ઉમેદવાર જો બિડનના ચૂંટણી કમપેનમાં શામેલ ઇન્ડિયન અમેરિકન શ્રી અમિત જાનીને આ કમપેનમાંથી દૂર કરી દેવાયા છે.તેવી અફવાને ગોલ્ડ સ્ટાર ફાધર ખીઝર ખાનએ રદીઓ આપ્યો છે.તેમણે જણાવ્યું છે કે અમિત જાની એક હોનહાર અને વફાદાર કાર્યકર છે.તેને હટાવવાની વાત ખોટી છે.
ઉલ્લેખનીય છે કે જો બીડને ભારતની મોદી સરકાર મુસ્લિમ વિરોધી હોવાની વાત કહી હતી.જેના અનુસંધાને શ્રી અમિત શાહના ભારતના પ્રાઈમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી સાથેના પારિવારિક સંબંધોને ધ્યાનમાં લઇ તેઓને પણ હિન્દુવાદી ગણી લઇ પ્રેસિડન્ટ ના પ્રચાર કમપેનમાંથી બાકાત કરવામાં આવ્યા હોવાની અફવાએ જોર પકડ્યું હતું. પરંતુ શ્રી જાનીના ત્રણ હજાર ઉપરાંત સમર્થકોએ તેઓને કમપેનમાં ચાલુ રાખવા સહીઓ કરી હતી. ઉપરાંત શ્રી ખીઝર ખાનએ પણ ઉપરોક્ત સ્પષ્ટતા કરતા તમામ અફવાઓનો અંત આવ્યો હતો.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.