News of Wednesday, 11th March 2020
ઇટાલીમાં ભારતના આંધ્ર પ્રદેશના સેંકડો સ્ટુડન્ટ્સ ફસાયા : કોરોના વાઇરસને કારણે કરોડો લોકો ઘરમાં કેદ

રોમ : ઇટાલીમાં કોરોના વાઇરસને કારણે અત્યાર સુધીમાં 97 લોકોના મોત થઇ ચુક્યા છે.પરિણામે કરોડો લોકો ઘરમાં પુરાઈ રહ્યા છે.આ બધા વચ્ચે ઉચ્ચ અભ્યાસ માટે ગયેલા ભારતના આંધ્ર પ્રદેશ અને તેલંગણાના સેંકડો વિદ્યાર્થીઓ ફસાઈ ગયા છે.જેઓ માટે ભારત પરત ફરવાનું મુશ્કેલ બની ગયું છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
(5:16 pm IST)