ભારતીય ડૉક્ટરે પરિવારને બચાવવા માટે 250 ફૂટ ઊંડી ખીણમાં કૂદાવી કાર:ચમત્કારીક બચાવ
કેલિફોર્નિયામાં ભયાનક ઘટના સર્જાઈ; ડોક્ટર માર્ક પેટરસને કહ્યું કે ધર્મેશને સાઈકોસિસ નામનો માનસિક રોગ હતો, જેને પગલે તેમણે લાગતું હતું કે કોઈ પાછળથી આવી રહ્યું છે.

કેલિફોર્નિયામાં એક ભયાનક ઘટના સર્જાઈ છે. સોશિયલ મીડિયાની એક પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ડોક્ટર ધર્મેશ પટેલે પોતાના પરિવારની સાથે ટેસ્લા કારમાં મુસાફરી કરી રહ્યા હતા. ઓચિંતા જ ગાડીને ખૂબ જ ઝડપથી રોડથી હટાવીને 250 ફૂટ ઊંડી ખાઈમાં લઈ ગયા હતા. આ ઘટનામાં ધર્મેશ, તેમના પત્ની અને તેમના 4 તથા 7 વર્ષના બાળકનો ચમત્કારીક બચાવી થયો છે.
હવે નિષ્ણાતોનું કહેવું છે ધર્મેશ કોઈ માનસિક પરેશાની સાથે સંકળાયેલ હતા, જેને લીધે તેમણે આ ખોફનાક પગલું ભરવું પડ્યું હતું. ડોક્ટર માર્ક પેટરસને કહ્યું કે ધર્મેશને સાઈકોસિસ નામનો માનસિક રોગ હતો, જેને પગલે તેમણે લાગતું હતું કે કોઈ પાછળથી આવી રહ્યું છે.
ધર્મેશની પત્નીએ પહેલા કહ્યું હતું કે તે ડિપ્રેશનમાં હતા અને ગાડીને જાણી જોઈને ખાઈમાં લઈ ગયા હતા. જોકે ધર્મેશનું કહેવું છે કે તે તેમના પરિવારને બચાવવાનો પ્રયત્ન કરતા હતા. તેમને લાગતું હતું કે તેમના બાળકોને કોઈ મારવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેમને ચિંતા હતી કે યૌન ઉત્પીડન કરવા માટે તેમના બાળકોનું અપહરણ થવાનું જોખમ છે.
હવે ધર્મેશ માનસિક સ્વાસ્થ કાર્યક્રમની માંગ કરી રહ્યા છે. આ કાર્યક્રમ અંતર્ગત તેમને જેલમાંથી મુક્ત કરી બે વર્ષની સારવાર માટે રાખવામાં આવ્યા છે. જો આ દરમિયાન તેઓ કોઈ ભૂલ કરતાં નથી તો તેમની ઉપરનો આરોપ પાછો લઈ લેવામાં આવશે.