શ્રી સંતરામ ભક્ત સમાજ યુ.એસ.એ.તરફથી 27 જુલાઈએ Carl sandurg middle school NJ ખાતે સંતરામ સત્સંગ
સત્સંગના પ્રારંભે વિષ્ણુસહસ્ત્રનામ સ્તોત્રમ અને શ્રી શિવ મહિમ્ના સ્ત્રોતમ પાઠના સમૂહ સ્તવન :નડિયાદથી ટેલિફોન દ્વારા પ.પૂ,.શ્રી રામદાસજીના આશીર્વાદ પ્રાપ્ત થશે : Bensalem ,PA વિસ્તારમાંથી બસની વ્યવસ્થા :રાજ અને સ્મૃતિ પંડ્યા પરિવાર દ્વારા ભજન સંગીત કાર્યક્રમ તેમજ સંતરામના પદો અને ભજનોનું આયોજન

ન્યુજર્સી : બ્રહ્મલીન અષ્ટમ મહંત પૂ,શ્રી નારાયણદાસ મહારાજશ્રી પ્રેરિત તથા પૂ,રામદાસજી મહારાજના શુભાષિશ સહ ગુરુપૂર્ણિમા - એકત્રીસમો વાર્ષિકોત્સવ નિમિતે શ્રી સંતરામ ભક્ત સમાજ યુએસએ તરફથી 27 જુલાઈ 2024ને શનિવારે carl sandurg middle school NJ ખાતે સંતરામ સત્સંગ નં ,89નું આયોજન કરવામાં આવ્યું છે
સંતરામ સત્સંગની શરૂઆત શ્રી વિષ્ણુસહસ્ત્રનામ સ્તોત્રમ અને શ્રી શિવ મહિમ્ના સ્ત્રોતમ પાઠના સમૂહ સ્તવન દ્વારા કરવામાં આવશે,સત્સંગ દરમિયાન નડિયાદથી ટેલિફોન દ્વારા પ્રાતઃ સ્મરણીય પ.પૂ.શ્રી રામદાસજી મહારાજશ્રીના શુભાશીર્વાદ પ્રાપ્ત થશે,તેમજ રાજ અને સ્મૃતિ પંડ્યા પરિવાર દ્વારા ભજન સંગીતનો કાર્યક્રમ તેમજ સંતરામના પદો તેમજ ભજનોનું આયોજન કરવામાં આવશે
તા, 27 જુલાઈ -2024ને શનિવારે સવારના 11-30 થી સાંજના 7 કલાક સુધી Carl sandurg middle school 3439 Highway 515 Old Bridge NJ 08857 સત્સંગ પુર્ણાહુતી બાદ મહાપ્રસાદની વ્યવસ્થા રાખેલ છે, સર્વે ભક્તોએ Car pooling કરવું હિતાવહ છે
Bensalem ,PA વિસ્તારમાંથી બસની વ્યવસ્થા રાખેલી છે તો વધુ માહિતી માટે ( 240 ) 707-7626નો સંપર્ક સાધી શકાય છે,
પ.પૂ. શ્રી રામદાસજી મહારાજશ્રીની પ્રેરણાથી અમેરિકામાં international yoga day નિમિતે યોગા આસનો તેમજ meditation નું આયોજન જૂન 22-2024 શનિવારે સવારે 10થી 1 દરમિયાન Sewa care , 1020 Route 18,Suite ,M .East Brunswick NJ -08816, Registration Contact -( 973 ) 652-7725નો સંપર્ક સાધી શકાય છે
શ્રી સંતરામ મંદિરમાંથી પ્રસાદી તરીકે મળેલ છ્ઠ્ઠીનું કાપડ,કંઠી અને સાહિત્ય પ્રકાશનોનો લાભ લેવા ( 732 ) 906-0792નો સંપર્ક સાધી શકાય છે
સમાજ તરફથી અથવા મંદિરના નામે કોઈપણ પ્રકારનો ફંડફાળો અથવા ભંડોળ ઉઘરાવવામાં આવતું નથી તેની સર્વે ભક્તોએ નોંધ લેવા જણાવાયું છે