News of Monday, 21st September 2020
NIAનો મોટો સપાટો : ત્રિવેન્દ્રમ એરપોર્ટ પરથી 2 ખતરનાક આંતકીઓને ઝડપ્યા
એક લશ્કર-એ-તૈયબાનો અને એક ભારતીય મુજાહિદ્દીનો હોવાનું ખુલ્યું : આ બંને માટે લુકઆઉટ નોટિસ મોકલી હતી

તિરુવનંતપુરમ આંતરરાષ્ટ્રીય હવાઇમથકેથી બે આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે, એક લશ્કર-એ-તૈયબાનો અને એક ભારતીય મુજાહિદ્દીન આતંકવાદી હોવાનું ખુલ્યું છે.
એનઆઈએએ તેમને તિરુવનંતપુરમ આંતરરાષ્ટ્રીય હવાઇમથકથી ધરપકડ કરી હતી. તેમાંથી એક શુએબ નામનો કેરાલી છે અને બીજો મૂળ યુપીનો વતની છે. ધરપકડ ત્રિવેન્દ્રમ એરપોર્ટથી કરવામાં આવી હતી.
એનઆઈએ(NIA)એ આ બંને માટે લુકઆઉટ નોટિસ મોકલી હતી. સુહાબ 2008 ના બ્લાસ્ટ બ્લાસ્ટ કેસમાં આરોપી હતો અને યુપીના વતની, દિલ્હીના હવાલા કેસમાં સંડોવાયેલો હતો. ત્રિવેન્દ્રમ એરપોર્ટ પર રિયાધથી રવાના થયા બાદ બંનેની ધરપકડ કરવામાં આવી હતી.
(10:53 pm IST)