ભારતીય નૌસેનાના ઇતિહાસમાં પહેલીવાર બે મહિલા અધિકારીઓને યુદ્ધ જહાજ પર તૈનાત
સબ લેફ. કુમુદિની ત્યાગી અને સબ લેફ. રિતિ સિંહનું પોસ્ટિંગ:MH-60 R હેલિકોપ્ટરોમાં ઉડાન ભરશે

નવી દિલ્હીઃ ભારતીય નૌકાદળના યુદ્ધજહાજ પર ઇતિહાસમાં પહેલીવાર બે મહિલા અધિકારી તહેનાત કરાયા છે. સબ લેફ. કુમુદિની ત્યાગી અને સબ લેફ. રિતિ સિંહને યુદ્ધજહાજ પર ક્રૂ તરીકે ફરજ બજાવશે.
ભારતીય નૌકાદળમાં જાતિગત સમાનતાને સાબિત કરવા માટે અનેક મહિલાઓને જોઇન્ટ કરવામાં આવી છે. પરંતુ આવું પહેલી વાર થયું છે, જ્યારે યુદ્ધજહાજ પર બે મહિલા અધિકારીઓને ફરજ સોંપવામાં આવી હોય.
ભારતીય નૌકાદળમાં અનેક કારણોથી મહિલાઓની તહેનાતી થતી નહતી. તેની પાછળ ક્રૂ કાર્ટરોમાં પ્રાઇવેસીનો અભાવ અને મહિલાઓ માટે વિશેષ બાથરુમની વ્યવસ્થા ન હોવાનું જાણવા મળ્યું છે. જો કે હવે તેમાં ટુકમાં ફેરફાર કરાશે. હાલ બંને મહિલા અધિકારી સબ લેફ. કુમુદિની ત્યાગી અને સબ લેફ. રિતિ સિંહ નૌકાદળના મલ્ટીરોલ હેલિકોપ્ટર્સમાં લાગેલા સેન્સર્સને ઓપરેટ કરવાની ટ્રેનિંગ લઇ રહી છે.
માનવામાં આવી રહ્યુ છે કે બંને મહિલા અધિકારી નૌકાદળના નવા MH-60 R હેલિકોપ્ટરોમાં ઉડાન ભરશે. MH-60 Rને તેની શ્રેણીના વિશ્વના સૌથી અત્યાધુનિક મલ્ટીરોલ હેલિકોપ્ટર્સ માનવામાં આવે છે. તેને દુશમનોના યુદ્ધજહાજ અને સબમરિન્સને શોધવા માટે વિશેષ રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે.
વર્ષ 2018માં તત્કાલીન સંરક્ષણમંત્રી નિર્મલા સીતારમણે લોકહીડ-માર્ટીન દ્વારા નિર્મિત હેલિકોપ્ટરોની ખરીદીને મંજૂરી આપી હતી. જેની કિંમત આશરે 2.6 અબજ ડોલર હતી.
મહિલા અધિકારીઓને યુદ્ધજહાજો પર તહેનાત કરવાના ન્યૂઝ એવા સમયે આવ્યા છે, જ્યારે ભારતીય વાયુદળ (IAF)એ પણ મહિલા લડાકુ પાઇલટને રાફેલ વિમાનોની ફલાઇટ ઓપરેટ કરવા માટે શોર્ટલિસ્ટ કરી લીધી છે.