HSBC બેંકે પોન્ઝી સ્કીમને પ્રોત્સાહન આપ્યાનો આરોપ : શેરોમાં ભારે કડાકો : 25 વર્ષના તળિયે
હોંગકોંગની એક પોન્ઝી સ્કીમને આગળ કરીને કરોડો અબજોની હેરાફેરી કરી

અમદાવાદ : બેન્કિંગ સેક્ટરની દિગ્ગ્જ કંપની HSBCના શેરોમાં ભારે કડાકો જોવા મળ્યો છે. ચીન દ્વારા બેન્કને રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમ ધરાવનાર કંપનીઓની યાદીમાં સમાવેશની આશંકા તેમજ છેતરપિંડીને કારણે HSBCના શેર 25 વર્ષના તળિયે પહોંચી ગયા છે. હોંગકોંગ શેરબજારમાં સોમવાર સવારે HSBCનો શેર 4.4 ટકા ઘટીને 29.60 હોંગકોંગ ડોલર પર ગગડી ગયો છે જે મે 1995 બાદનો સૌથી મોટો ઘટાડો છે.
એક ચાઈનીઝ અખબારમાં દાવો કરવામાં આવ્યો છે કે HSBCએ હોંગકોંગની એક પોન્ઝી સ્કીમને આગળ કરી છે. આ સ્કીમ થકી તેણે કરોડો અબજોની હેરાફેરી કરી છે. વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ સ્કીમ થકી આંતકવાદીઓ અને અન્ય અસામાજિક પ્રવૃતિઓ માટે પૈસાની લેવડદેવડ થઈ છે. વધુમાં એવો દાવો ન કરવામાં આવ્યો છે કે આ પોન્ઝી સ્કીમ વિશે બેન્કને જાણ હોવા છતાં તેણે નાણાંનું ટ્રાન્સફર અટકાવવા માટે કોઈ પગલાં ભર્યા નહોતા.
અત્રે નોંધનીય છે કે એચએસબીસી,સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ અને અન્ય વૈશ્વિક બેન્કોએ તાજેતરના વર્ષોમાં ઇરાન પર યુ.એસ. પ્રતિબંધો અને મની લોન્ડરિંગ વિરોધીના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ અબજો ડોલરનો દંડ ચૂકવ્યો છે.