પાકિસ્તાન માટે ચીન મહત્વનું: પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફની 1 વર્ષ બાદ રાજનીતિમાં એન્ટ્રીઃ વીડિયો કોન્ફરન્સમાં ઇમરાન સરકારને આડે હાથ લીધી

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફની આશરે એક વર્ષ બાદ રાજનીતિમાં એન્ટ્રી થઈ છે. ઓલ પાર્ટી કોન્ફરન્સ (APC) 2020 દરમિયાન વીડિયો લિંગ દ્વારા શરીફે ઇમરાન ખાન સરકાર, પાકિસ્તાનની ખરાબ આર્થિક સ્થિતિ, ખરાબ થતા આંતરરાષ્ટ્રીય સંબંધ, મીડિયાને કચડવા અને પીટીઆઈની અંદર ભ્રષ્ટાચાર પર હુમલો કર્યો છે. આ દરમિયાન તેમણે પાકિસ્તાન માટે ચીન મહત્વનું ગણાવી દીધું હતું.
પાકિસ્તાન સેનાને ઘેરી
નવાઝે કહ્યુ કે, સરકારે માર્શલ લો લાગૂ કરી દીધો છે. ગુનેગારોને બંધારણમાં ફેરફાર કરવાની મંજૂરી આપવામાં આવી છે અને લોકોના પ્રીમિયરને બહાર કરી દીધું અને પોતાના પરિવારને અપમાનિત કરવામાં આવ્યો છે. નવાઝે કહ્યુ કે, સ્ટેટની અંદર હવે સ્ટેટ નથી, હવે પાકિસ્કાનમાં સ્ટેટથી ઉપર એક સ્ટેટ છે. શરીફને સ્ટીલ મિલ કેસમાં જેલની સજા ફટકારવામાં આવી હતી. તેઓ જામીન પર બહાર છે અને સારવાર કરાવવા લંડન ગયા છે.
ચીનને ગણાવ્યું ઘનિષ્ઠ મિત્ર
નવાઝ શરીફે એક વર્ષ બાદ પોતાના ભાષણમાં ચીનને પાકિસ્તાન માટે ખુબ મહત્વનું ગણાવવાનો પ્રયાસ કર્યો હતો. શરીફે કહ્યુ કે, પાકિસ્તાન ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર (CPEC)ને કારણે ચમકી રહ્યું છે. તો તેમણે ચીનની પ્રશંસા કરતા ઘનિષ્ઠ મિત્ર ગણાવ્યું હતું.
ઇમરાન ખાન પર નિશાન સાધ્યુ
શરીફે કહ્યુ છે કે પ્રથમ પ્રાથમિકતા સરકાર અને સિસ્ટમને હટાવવાની છે. તેમણે સવાલ કર્યો, 2018મા ચૂંટણી દરમિયાન કેમ રિઝલ્ટ ટ્રાન્સમિશન સિસ્ટમ બંધ કરી દેવામાં આવી અને પોલિંગ એજન્ટને કાઉન્ટિંગ દરમિયાન બહાર કરી દેવામાં આવ્યા. કોના કહેવા પર ગોટાળો અને કેમ? તેમણે કહ્યું કે, તેમનો સંઘર્ષ ઇમરાન ખાન વિરુદ્ધ નહીં, તે લોકો વિરુદ્ધ છે જે ઇમરાનને લઈને આવ્યા અને જે ચૂંટણીમાં છેડછાડ કરી તેના જેવા અયોગ્ય વ્યક્તિને સત્તામાં લઈને આવ્યા અને દેશને તબાહ કરી દીધો.