સારાની સાથે સુશાંતે પ્રથમવાર લીધો હતો હેવી ડોઝ
ડ્રગ કેસમાં રિયાએ કર્યો ધડાકો

મુંબઇ તા. ૨૧ : સુશાંત કેસના ડ્રગ એંગલમાં ધરપકડ કરાયેલ રિયા ચક્રવર્તીનો મોટું નિવેદન સામે આવ્યું છે. ધરપકડ પહેલાની એનસીબીની પૂછપરછમાં રિયાએ સુશાંતના ઘર છોડવાનું સાચુ કારણ શા માટે છોડી દીધું હતું. એક ખાનગી ચેનલના બતાવ્યા મુજબ રિયાએ સુશાંતથી અલગ થવાની કારણ જણાવ્યું છે.
એનસીબીને આપેલા સ્ટેટમેંટમાં રિયાએ કહ્યું કે સુશાંત એક ડ્રગ એડિકટ થઈ ચૂકયો હતો અને તે આમાંથી નીકળી શકતો નહોતો. આ કહીને રિયાએ ૮ જૂને સુશાંતનુ ઘર છોડી દીધું હતું. તે સમયે લોકડાઉન અને સુશાંત પર લાગેલા મીટૂના આરોપને ધ્યાનમાં રાખીને રિયાએ વિચાર્યું કે જો તે સુશાંતની સાથે રહેશે તો તેમની કારકિર્દી ખરાબ થઈ જશે. એટલા માટે તેણે સુશાંતથી અલગ થવાનો નિર્ણય કર્યો.
પોતાના નિવેદનમાં રિયાએ કહ્યું કે કેદારનાથ ફિલ્મના સમયે જયારે શૂટિંગના સમયે તે હિમાલય ઉપર રહે તો ત્યાં મફત ઉપલબ્ધતાના કારણે ત્યાં તેણે ડ્રગ્સ લેવાનુ શરૂ કર્યું. એક જરૂરી વાત એ છે કે જે પણ માણસ ડ્રગ્સ લે છે ખાસ કરીને કેનબિસ તેને ભુખ ખુબ જ લાગે છે. કોકેઈનથી વજન ઘટે છે જયારે કેનબિસથી વજન વધે છે. એનુ કહેવુ હતું કે બંને સારા અને સુશાંત ત્યાંથી વજન વધારીને આવ્યા. જયારે એવી જગ્યાએ શૂટિંગ હતું જયાં વજન વધારવું મુશ્કેલ હતું.