દિલ્હીની ફાઇવસ્ટાર હોટલમાં ગેંગરેપઃ ખળભળાટ
ટુરીસ્ટ ગાઇડ અને ટીકીટ બુકીંગ એજન્ટનું કામ કરતી ૨૭ વર્ષની યુવતી ઉપર ગેંગરેપઃ મુખ્ય આરોપી મુકેશ ઝડપાયો

નવી દિલ્હીઃ નવી દિલ્હીની એક ફાઇવસ્ટાર હોટલમાં એક યુવતી પર ગેંગરેપની ઘટના બહાર આવી છે. પોલીસ અનુસાર પીડીત યુવતી નોર્થ ઇસ્ટની વતની છે અને દિલ્હીમાં સાકેત આસપાસ રહે છે તેની ઉમર ૨૭ વર્ષ છે અને તે પરણીત છે. પણ તેનો પતિ અત્યારે દિલ્હીથી કયાંક બહાર ગયેલ છે. યુવતીનો આરોપ છે કે તેની પૈસાની સખત જરૂર હતી અને તેનો ફાયદો ઉઠાવીને તેના એક ઓળખીતાએ પોતાના જોડીદારો સાથે ગેંગરેપ કર્યો હતો. પોલીસે આ કેસમાં મુખ્ય આરોપી મુકેશને ઝડપી લીધો છે.
નવી દિલ્હીના ડિસીપી ડોે. ઇશ સિંધલ અનુસાર આરોપી ઓળખ શેખ સરાય નિવાસી મનોજ શર્મા (૪૮) તરીકે થઇ છે. આરોપ છે કે તેણે યુવતીના ઓછા દરે લોન અપાવવાના બહાને હોટલમાં બોલાવી હતી. યુવતી પણ તેને પહેલાથી ઓળખતી હતી. મનોજ એક કોન્ટ્રાકટર છે. તેની સામે યુવતીના બયાનના આધારે કોનોટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં ગેંગરેપ અને મારપીટ કરીને ઇજા પહોંચાડવાની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
પોલીસ અનુસાર આ ઘટના શુક્રવાર રાતની છે પણ પોલીસને શનિવારે રાત્રે તેની જાણ કરાઇ હતી. પીડીત યુવતીએ પોલીસને જણાવ્યુ કે તે ટુરીસ્ટ ગાઇડ અને ટીકીટ બુકીંગ એજન્ટ તરીકે કામ કરે છે. તે ઘરેથી જ કામ કરતી હતી લોકડાઉનના કારણે તેનુ કામ લગભગ બંધ થઇ ગયુ હતુ અને તેના પતિનું કામકાજ પણ બરાબર નહોતુ ચાલી રહયુ તેના લીધે તેમને પૈસાની સખત જરૂર હતી. એવામાં તેમના એક ઓળખીતા મનોજે ઓછા વ્યાજની લોન આપવાની વાત કરીને તેને હોટલમાં મળવા બોલાવી હતી. જયાં આ ઘટના બની હતી.