ટિક્ટોક પર અમેરિકામાં હવે નહી લાગે પ્રતિબંધ
અમેરિકામાં ટકવા ટિક્ટોકે મોટી કિંમત ચૂકવી: ઓરેકલ અને વોલમાર્ટ સાથે ડીલ : નવી કંપની બનાવવી પડશે

નવી દિલ્હી : આખરે ભારત બાદ અમેરિકામાંથી પણ ટિક્ટોકના પ્રતિબંધનો ખતરો ટળ્યો છે. ટિક્ટોકે જો કે કારોબાર ટકાવી રાખવા સામે મોટી કિંમત ચૂકવી છે. ટિક્ટોકના અમેરિકામાં કારોબાર સંદર્ભે ઓરેકલ અને વોલમાર્ટ સાથે ડીલના પ્રસ્તાવને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી હોવાના અહેવાલ સામે આવી રહ્યાછે
ટિક્ટોકની અમેરિકન ડીલ અનુસાર નવી કંપની બનાવી ૨૫ હજાર યુવાનોને નોકરી આપવી પડશે અને ટિક્ટોક અમેરિકામાં યુવાનોના શિક્ષણ માટે ૫ અરબ ડોલર અનુદાન આપવું પડશે. બીજી તરફ અમેરિકન નાગરિકોને ટ્રમ્પએ આશ્વાસન આપ્યું છે કે ટિક્ટોક ચાલુ રખાશે તો સુરક્ષાનુ ૧૦૦ ટકા ધ્યાન રાખવામાં આવશે. સ્પષ્ટતા કરવામાં આવી છે કે નવી બનનાર કંપનીના ચીન સાથે કોઈ લેવાદેવા રહેશે નહિ.
અમેરિકામાં ટિક્ટોકની નવી બનનાર કંપનીનું નામ ટિક્ટોક ગ્લોબલ રાખવામાં આવ્યું છે. કંપનીમાં ઓરેકલની ૧૨.૫ ટકાની ભાગેદારી છે. એપના તમામ દેતા ઓરેકલ પોતાની પાસે સુરક્ષિત રાખશે તો વોલમાર્ટની હિસ્સેદારી ૭.૫ ટકા રહેશે. આમતો ટિક્ટોકની મલિક કંપની બાઈટડાન્સની હિસ્સેદારી ૮૦ ટકા છે પણ તે કંપનીમાં ૪૦ ટકા ભાગીદારી અમેરિકનોની હોવાથી ઓરેકલ અને વોલમાર્ટ ઉપરાંત નિવેશકોને જોડવામાં આવે તો કંપનીમાં પરોક્ષરીતે અમેરિકાની હિસ્સેદારી ૫૩ ટકા થાય છે
Attachments area