૮ સાંસદો ૧ સપ્તાહ માટે સસ્પેન્ડ
રાજ્યસભામાં હંગામો કરવાની સજા

નવી દિલ્હી તા. ૨૧ : સંસદના ચોમાસુ સત્રનો આજે આઠમો દિવસ છે. રાજ્યસભામાં આજે વિપક્ષી સાંસદોના હંગામાનો મુદ્દો ઉઠયો હતો તે પછી સભાપતિએ કહ્યું હતું કે, ગઇકાલે ઉપલાગૃહ માટે ખરાબ દિવસ હતો તેમણે હંગામો કરનાર આઠ વિપક્ષી વિરૂધ્ધ કાર્યવાહી કરતા તેમને ૧ સપ્તાહ સુધી સસ્પેન્ડ કર્યા છે. એટલે કે તેઓ એક સપ્તાહ સુધી ગૃહમાં આવી શકશે નહિ.
જેમની સામે પગલુ લેવાયુ છે તેમાં ડેરેક ઓ બ્રાયન, સંજયસિંહ, રાજુ સાતવ, કે.કે.રાગેશ વગેરે છે.
આ પછી પણ હંગામો થતાં ગૃહ ૧૦.૩૦ સુધી મુલત્વી રહ્યું હતું.
અત્રે એ નોંધનીય છે કે, ગઇકાલે ગૃહની મર્યાદાને લાંછન લાગ્યું હતું. વિપક્ષના સાંસદો ઉપર સભાપતિની ચેર સુધી પહોંચી ગયા હતા. માઇક તોડયા હતા. રૂલ બુક ફાડી નાખી હતી. જેની નોંધ લઇ સભાપતિએ આઠ સાંસદોને ૧ સપ્તાહ માટે સસ્પેન્ડ કર્યા હતા.