News of Monday, 21st September 2020
ભારત - ચીન વચ્ચે LAC પર તંગદિલી ઘટશે ??
છઠ્ઠા તબક્કાની વાતચીત આજે ચીનના મોલ્ડોમાં

નવી દિલ્હી તા. ૨૧ : ભારત અને ચીનના ઉચ્ચ સૈન્ય કમાન્ડરો વચ્ચેની વાતચીત આજે ચીની વિસ્તાર મોલ્ડોમાં થશે. એલએસી પર ઉભા થયેલા તણાવ પછી આ છઠ્ઠા દૌરની લેફટેનટ જનરલ સ્તરની વાતચીત છે. આ વખતે તેમાં બંને દેશોના વિદેશ મંત્રાલયના પ્રતિનિધિઓ પણ હાજર રહેશે. આ પ્રતિનિધિ સંયુક્ત સચિવ સ્તરના હશે. સેનાના સૂત્રોએ આ માહિતી આપી છે.
આ મિટીંગ આજે સવારે ૧૧ વાગ્યે મોલ્ડોમાં થશે. કોર કમાન્ડર સ્તરની છેલ્લી બેઠક છ ઓગસ્ટે થઇ હતી. આ વખતે ઘણાં લાંબા સમય પછી આ મીટીંગ થઇ રહી છે. જો કે વચ્ચે બ્રિગેડીયર સ્તરની પાંચ બેઠકો
(11:00 am IST)