કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન ICUમાં દાખલ :પુત્ર ચિરાગે ભાવુક પત્ર લખીને આપી જાણકારી
પપ્પાએ ઘણીવાર પટના જવા કહ્યું પરંતુ પુત્ર તરીકે પિતાને આઈસીયુમાં છોડીને ક્યાંય જવા મારા માટે સંભવ નથી,

નવી દિલ્હી : બિહારની ચુંટણીને લઈને રાજકારણમાં ગરમાવો આવ્યો છે ત્યારે લોક જનશક્તિ પાર્ટી (લોજपा) ના રાષ્ટ્રિય પ્રમુખ ચિરાગ પાસવાને પોતાની પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓને એક ભાવુક પત્ર લખ્યો હતો. પત્રમાં તેમણે લોજપાના સંસ્થાપક અને કેન્દ્રિય મંત્રી રામ વિલાસ પાસવાન આઈસીયુમાં દાખલ હોવાની જાણકારીએ આપી છે
ચિરાગ પાસવાને પોતાના પિતા પ્રત્યે કર્તવ્યનો ઉલ્લેખ કરીને ભાવુક થઈને લખેલ પત્રમાં કહ્યું કે આજે જયારે હું આ પત્ર લખી રહયો છું ત્યારે પિતાને રોજ બીમારીથી લડતા જોઈ રહયો છું, એક પુત્ર તરીકે પિતાને હોસ્પિટલમાં જોઈને ખુબ જ વિચલિત થઇ જાઉં છું
બિહારમાં ચૂંટણી નજીક હોવા છતાં પટના જવામાં પોતાની અસમર્થતા જાહેર કરતા ચિરાગ પાસવાને કહ્યું કે પપ્પાએ ઘણીવાર પટના જવા કહ્યું પરંતુ પુત્ર તરીકે પિતાને આઈસીયુમાં છોડીને ક્યાંય જવા મારા માટે સંભવ નથી,આજે જયારે તેઓને મારી જરૂરિયાત છે ત્યારે મારે તેઓની સાથે રહેવું જોઈએ નહિતર આપનો રાષ્ટ્રીય અધ્યક્ષ ક્યારેય પોતાની જાતને માફ નહીં કરી શકે
ચિરાગના પત્રમાં આગળ કહ્યું, 'પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષો હોવાના નાતે એ સાથીઓની પણ ચિંતા છે જેઓએ પોતાની જાતને પોતાના જીવનને ફર્સ્ટ બિહારી ફર્સ્ટ બિહારી માટે સમર્પિત કરી દીધી છે.' લોજપા પાર્ટીના નેતાઓ અને કાર્યક્રમોમાં બિહારના પ્રધાનમંડળની ચૂંટણીની રાષ્ટ્રીય જનતા ગઠબંધન (રાજગ) માં જગ્યાઓ પર બટવોરે હજી સુધી કોઈ ચર્ચા થઈ નથી.