કૃષિ સંબંધિત બિલના વિરોધમાં 25મીએ હરિયાણા બંધનું એલાન :સરકાર સામે ઉગ્ર આંદોલનની ચિમકી
રસ્તા રોકો આંદોલન હેઠળ ખેડુતો અંબાલામાં માર્ગો પર ઉતરી આવ્યા

હરિયાણામાં ખેડુતોએ કૃષિ બીલના વિરોધમાં ભારે રોષ ઠાલવ્યો છે ખેડુત સંગઠનો આજે પ્રદર્શન માટે એકઠાં થયાં. રસ્તા રોકો આંદોલન હેઠળ ખેડુતોએ હાઈવે બ્લોક કરવાનું એલાન કર્યું હતું આ જાહેરાત હેઠળ આજે સેંકડોની સંખ્યામાં ખેડુતો અંબાલામાં માર્ગો પર ઉતરી આવ્યા.હતા
આ ઉપરાંત ખેડૂતોએ 25 સપ્ટેમ્બરના રોજ હરિયાણા બંધ કરવાની જાહેરાત કરી છે. સાથે જ 27 સપ્ટેમ્બરના રોજ દિલ્હીમાં મહત્વપૂર્ણ બેઠક કરવાની પણ જાહેરાત કરી છે. આ દિવસે ખેડૂત બિલ વિરુદ્ધ મહત્વનો નિર્ણય કરવામાં આવશે.
ખેડુતો ટ્રેક્ટર લઈને માર્ગો પર ઉતર્યા અને બીલના વિરોધમાં નારેબાજી કરી. આ દરમિયાન પ્રદર્શનકારીઓ ઝંડા અને બેનર સાથે જોવા મળ્યા. બીજી બાજુ અહીં આ બીલનો વિરોધ કરી રહેલા યુથ કોંગ્રેસના કાર્યકરોને વિખેરવા પોલીસે પાણીનો મારો કર્યો હતો.
હરિયાણામાં અંબાલા પાસે સાદોપુર બોર્ડર પર આજે ખેડુતોના પ્રદર્શનને જોતા મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે, અંબાલાના પોલીસવડા અભિષેક જોરવાલે કહ્યું કે, ભારતીય કિસાન યૂનિયને પ્રદર્શન બોલાવ્યું છે. તેને જોતા બેરિકેડિંગ કરી દેવામાં આવી છે.