મુખ્ય સમાચાર
News of Monday, 6th May 2024

બાબા બર્ફાનીની પહેલી તસવીર સામે આવી: આગામી 29 જૂનથી શરૂ થશે અમરનાથ યાત્રા

અત્યાર સુધીમાં બે લાખથી વધુ શિવભક્તોએ યાત્રા પર જવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું : નોંધણી કરાવનારા લોકોની સસ્ત વધતી સંખ્યા

અમરનાથ યાત્રાની તૈયારી કરી રહેલા શિવભક્તો અને શિવભક્તો માટે ખૂબ જ સારા સમાચાર છે. યાત્રાની શરૂઆત પહેલા બાબા બર્ફાનીની તસવીર સામે આવી છે. દર વર્ષની જેમ આ વખતે પણ બાબા બર્ફાની મહાદેવ, માતા પાર્વતી અને ભગવાન ગણેશ સાથે તેમના પૂર્ણ સ્વરૂપમાં જોવા મળે છે. આ વખતે અમરનાથ યાત્રા 29 જૂનથી શરૂ થઈ રહી છે. અત્યાર સુધીમાં લાખો લોકોએ આ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. તેઓ બાબાના દર્શનની તૈયારીમાં વ્યસ્ત છે. બાબાના દર્શન માટે નોંધણી કરાવનારા ભક્તોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે 

   બાબા બર્ફાનીની આ પહેલી તસવીર છે કે બાબા બર્ફાનીના રસ્તાઓ પર કેટલાય ફૂટ બરફ જોવા મળે છે. જોકે, બાબાના દર્શન અને યાત્રા શરૂ થવામાં હજુ દોઢ મહિનાથી વધુ સમય બાકી છે. આ વખતે બાબા બર્ફાનીની યાત્રા 29 જૂનથી શરૂ થશે, તેને સરળ બનાવવા માટે સરકારી વહીવટીતંત્ર કામ કરવાનું શરૂ કરી દીધું છે.

 

   

(12:00 am IST)