ફેમસ રિયાલિટી શો માસ્ટર શેફ ઓસ્ટ્રેલિયાની સીઝન 16માં ભારતીય મૂળના કન્ટેસ્ટન્ટ સુમીત સહગલે જગ્યા બનાવી
સુમીત સહગલે પાણી પુરીનો સ્વાદ ચખાડીને જજને દીવાના બનાવી દીધા :એક જજ તો સ્વાદ માણીને ખુશીથી બૂમો પાડવા લાગે છે

નવી દિલ્હી ; પાણી પુરી ભારતમાં સૌથી લોકપ્રિય સ્ટ્રીટ સ્નેક્સમાંથી એક છે. ખાવા-પીવાના શોખીનો રસ્તા પર ઊભા રહીને મસાલેદાર પાણીથી ભરેલા ગોલગપ્પા એક જ વખતમાં ચટ કરી જાય છે હવે આ સ્ટ્રીટ સ્નેક ત્યારે ગ્લોબલ બન્યું જ્યારે તે ફેમસ રિયાલિટી શો માસ્ટર શેફ ઓસ્ટ્રેલિયાની સીઝન 16માં પોતાની જગ્યા બનાવી. કુકિંગ રિયાલિટી શોમાં ભારતીય મૂળના કન્ટેસ્ટન્ટ સુમીત સહગલે પાણી પુરીનો સ્વાદ ચખાડીને જજને દીવાના બનાવી દીધા.
રિયાલિટી શોના હાલના પ્રોમોમાં, સુમીત સહગલ જજોને પાણી પુરી કઈ રીતે ખાવી તે શીખવતાં જોવા મળે છે. તેઓ સમજાવે છે કે- પહેલા ગોલગપ્પાને ફોડો, તેમાં મસાલેદાર બટેટાનો મસાલો ભરો, ફુદીના-કોથમીરની ચટણી અને ખજૂર-આમલીના પાણીથી સજાવો અને પછી તાજું તીખું પાણી નાખો. જે બાદ તે જેવી જ જજને ખાવા માટે આપે છે તેઓ પાણી પુરીના સ્વાદથી હલી જાય છે. એક જજ તો સ્વાદ માણીને ખુશીથી બૂમો પાડવા લાગે છે. તેનું રિએક્શન એટલું જોરદાર છે કે દરેક ભારતીયને ગર્વ થઈ જાય.
વીડિયોના અંતમાં જજ સુમીતની પ્રશંસા કરતા થાકતાં નથી. શોને ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરવામાં આવેલા આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે- માસ્ટરથી પાણી પુરી લેસન! સુમીત સહગલે પણ રેસિપી અને શોની કેટલીક તસવીર શેર કરી છે. તેમણે કેપ્શનમાં લખ્યું- જો, ભારતીય સ્ટ્રીટ ફુડ અને ચાટ એક સામ્રાજ્ય હોત તો પાણી પુરી હંમેશા રાજ કરનાર રાજા હોત! આ ભારતીય સ્ટ્રીટ ફુડનો ફ્લેગબીયરર છે! તેમણે વધુ લખ્યું કે જજોને સ્વાદના વિસ્ફોટકો એન્જોય કરતા જોઈને સુકૂન મળ્યું અને હું સન્માનિત અનુભવી રહી છું.
શોના આ વીડિયો પર લોકોએ જોરદાર કૉમેન્ટ કરી છે. લોકો તે જોઈને આશ્ચર્યમાં મુકાયા હતા ફેમસ ઈન્ડિયન સ્નેક આટલા મોટ શેફને પીરસવામાં આવે છે. એક યૂઝરે મજાકમાં કહ્યું- દુનિયામાં ક્યાંય પણ કોઈ પણ વ્યક્તિ જ્યારે પાણી પુરી મોઢામાં મુકે છે તો બિલકુલ આવું જ રિએક્શન જોવા મળે છે. અને સૌથી સારી વાત એ છે કે તમે એક ખાઈને તો અટકતા જ નથી.
કહેવાય છે કે સુમીત સહગલે શેફ બનવાના પોતાના ટાર્ગેટને આગળ વધારવા માટે તેમણે પોતાની સેલ્સ મેનેજમેન્ટની નોકરીમાંથી રાજીનામું આપી દીધું હતું.
.