મુખ્ય સમાચાર
News of Monday, 16th March 2020

કેનેડાના નાગરિકો ના હોય તેવા તમામ લોકો માટે કેનેડાએ તેની સરહદો કરી બંધ

કેનેડાના નાગરિક નહીં હોય તેને કેનેડામાં દાખલ થવા દેવામાં નહિ આવે.

નવી દિલ્હી : કેનેડાએ તેની સરહદો કેનેડાના નાગરિક ન હોય તેવા તમામ લોકો માટે બંધ જાહેર કરી છે

કેનેડાના વડાપ્રધાન ટ્રુડો એ મોટી જાહેરાત કરી છે તેમણે કહ્યું છે કે તમામ બિન કેનેડિયન નાગરિકો માટે કેનેડાની સરહદો બંધ કરી છે. એટલે કે કેનેડાના નાગરિક નહીં હોય તેને કેનેડામાં દાખલ થવા દેવામાં નહિ આવે.

 કેનેડામાં કોરોના વાયરસનો 341 લોકોને ચેપ લાગ્યો છે અને1નું મોત નીપજ્યું છે

(12:22 am IST)