અમેરિકામાં કોરોના વાયરસના દર્દીઓની સારવારમા લાગેલ બે ડોકટરો ખુદ રોગનો શિકાર બન્યા

અમેરિકાની એક હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં કોરોના વાયરસના દર્દીઓની સારવારમા જોડાયેલ બે ડોકટરો ખુદ આ વાયરસનો શિકાર બન્યા છે. અમેરિકન કોલેજ ઓફ ઇમરજન્સી ફીજીશ્યન્સ અનુસાર આ બે ડોકટરોની હાલત ગંભીર છે.
એક નિવેદનમા કહેવામાં આવ્યું છે કે કોરોના વાયરસથી બચાવ અને ઇલાજમા લાગેલ મેડીકલ સ્ટાફની પોતાની સુરક્ષા પણ જોખમમાં છે. આ નિવેદનમા આગળ કહેવામાં આવ્યું છે કે મેડીકલ સ્ટાફ પોતાની અંગત જીદગી ખતરામા મુકે છે. અમેરિકામા અત્યાર સુધીમા કોરોના વાયરસના ૩૭૦૦ મામલાની પુષ્ટિ થઇ ચુકી છે. અને ૬૯ લોકો મૃત્યુ પામ્યા છે. ઇમરજન્સીમા અમારે ડોકટર તરીકે દર્દીની દેખભાળ કરવાની હોય છે. આ કામમા ખતરો છે. ઇમરજન્સી વોર્ડમા હાજર ૭૦ વર્ષના ફીજીશ્યન પેટરસન આ વોર્ડના ઇન્ચાર્જ પણ હતા હાલ ખુદ એક હોસ્પિટલમાં દાખલ છે.એમની હાલત ખૂબ જ ગંભીર છે.