દિલ્હીઃ પ૦ થી વધારે લોકોના ભેગા થવા પર પ્રતિબંધઃ શાહીન બાગ પર પણ લાગુ થશે નિયમ

દિલ્હી સરકારએ કોરોના વાયરસના રોકથામ માટે દિલ્હીમાં પ૦ થી વધારે લોકોના ભેગા થવા પર પ્રતિબંધ લગાવ્યો છે. સોમવારના મિડીયા સાથેની વાતચીતમા મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલએ જાણકારી આપી છે. એમણે કહ્યું કયાંય પણ કોઇપણ હાલતમાં પ૦ લોકોથી વધારે લોકોએ એકસાથે ભેગા થવાની ઇજાજત નહી મળે.
જયારે મુખ્યમંત્રી કેજરીવાલને સવાલ પુછવામા આવ્યો કે શુ શાહીનબાગના લોકોને પણ આપ હટવાની અપીલ કરી રહ્યા છો તો એમણે કહ્યું કે આ આદેશ બધા ઉપર લાગુ છે. પછી ભલે તે વિરોધ પ્રદર્શન કરનારા હોય કે અન્ય કોઇ હોય. આ પછી જયારે એમને બીજી વખત પૂછવામા આવ્યું કે પ૦ થી વધારે લોકો જો પ્રદર્શન કરે છે તો એમના ઉપર કોઇ કાર્યવાહી થશે ? આના પર અરવિંદ કેજરીવાલએ કહ્યુ એપિડેમિક એકટ અંદર ડીએમ અને એસડીએમ પાસે શકિત છે જયા પણ કાર્યવાહી કરવાની જરૂરત છે આ લોકો કરશે.
દિલ્હીના મુખ્યમંત્રીએ પોતાના ઘર પર ‘જનતા સંવાદ' કાર્યક્રમ પણ બંધ કરી દીધો છે. સોમવારથી શુક્રવાર સવારના ૯ થી ૧૧ સુધી આ જનતા સંવાદ ચાલે છે આ કાર્યક્રમમમાં કેજરીવાલ આમ જનતાની સમસ્યાઓનું સમાધાન કરે છે.