મુખ્ય સમાચાર
News of Monday, 16th March 2020

અમેરિકાના મિસૌરીમા પેટ્રોલ પંપ પર અંધાધૂંધ ગોળીબારઃ પાંચ લોકોના મોત

અમેરિકાના મિસૌરી રાજયમાં સોમવારના એક પેટ્રોલ પંપ પર અંધાધૂંધ ગોળીબાર થયો આ ગોળીબારમાં પાંચ લોકોના મોત થયા. મરનારાઓમા એક પોલીસ અધિકારી અને એક બંદૂકધારી પણ સામેલ છે.

બતાવવામાં આવ્‍યું છે કે એક બંદુકધારી પેટ્રોલ પર આવ્‍યો અને અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધેલ તે ઘટનાની સૂચના મળતા જ રાજય પોલીસ સ્‍થળ પર પહોંચી. મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

(10:14 pm IST)