WPI આધારિત ફુગાવો ફેબ્રુઆરી માસમાં ૨.૨૬
જુદી જુદી ચીજવસ્તુઓના ભાવમાં નોંધપાત્ર ઘટાડો : ખાદ્યાન્ન ચીજવસ્તુઓ તેમજ ફળફળાદી કિંમતમાં ઘટાડો

મુંબઈ, તા. ૧૬ : માસિક હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સ આધારિત ફુગાવો આજે ફેબ્રુઆરીના મહિનામાં ૨.૨૬ ટકા રહ્યો છે જે જાન્યુઆરી મહિનામાં ૩.૧ ટકા રહ્યો હતો. ફુડ ઇન્ડેક્સ આધારિત ફુગાવો મુખ્યરીતે ખાદ્યાન્ન ચીજવસ્તુઓ અને ખાદ્યાન્ન પ્રોડક્ટથી બને છે તેમાં જાન્યુઆરી મહિનામાં ૧૦.૧૨ ટકાની સામે ઘટાડો થતાં ૭.૩૧ ટકા રહ્યો છે. ફુડ આર્ટીકલ્સ ગ્રુપ માટેના ઇન્ડેક્સમાં ૩.૭ ટકાનો ઘટાડો થયો છે. ફળફળાદી અને શાકભાજીની કિંમતમાં ૧૪ ટકાનો ઘટાડો થયો છે જ્યારે ચાની કિંમતમાં આઠ ટકા, ઇંડા અને મકાઈની કિંમતમાં સાત ટકાનો ઘટાડો થયો છે. ચણા અને જુવારની કિંમતમાં બે-બે ટકાનો ઘટાડો થયો છે. ઘઉં અને અળદ અને મસુરની કિંમતમાં એક-એક ટકાનો ઘટાડો થયો છે. કેટલીક ચીજવસ્તુઓ વધુ ઘટી ગઈ છે.
રિટેલ ફુગાવાનો આંકડો ડિસેમ્બર મહિનામાં પાંચ વર્ષની ઉંચી સપાટીએ રહીને ૭.૩૫ ટકા રહ્યો હતો જ્યારે રિટેલ ફુગાવો ૧૪ મહિનાની ઉંચી સપાટીએ જોવા મળ્યો છે. ડબલ્યુપીઆઈ ફુગાવાના આંકડા આજે જારી કરવામાં આવ્યા હતા જેને લઇને ઉત્સુકતા પહેલાથી જ જોવા મળી રહી હતી. આરબીઆઈ દ્વારા કોઇપણ નિર્ણય લેતા પહેલા હંમેશા વ્યાજદરમાં ગણતરી કરવામાં આવે છે. રિટેલ અને ડબલ્યુપીઆઈ ફુગાવાને ધ્યાનમાં લઇને આરબીઆઈ દ્વારા જુદા જુદા નિર્ણયો લેવામાં આવે છે. હવે ડબલ્યુપીઆઈ આધારિત ફુગાવો જાન્યુઆરી મહિનામાં ૩.૧ ટકાની સામે ફેબ્રુઆરી મહિનામાં ઘટીને ૨.૨૬ ટકા થતા આરબીઆઈ દ્વારા આ પાસાને ધ્યાનમાં લઇને નવા પગલા લેવામાં આવી શકે છે. જો કે, હાલમાં કોરોના વાયરસને લઇને ભારે હાહાકાર છે.