મીસ ઇંગ્લેન્ડ ઉદયપુરના વૃધ્ધાશ્રમની મુલાકાતેઃ ભાષા મુખર્જીએ વડીલોને કોરોના અંગે ટીપ્સ આપી
ઉદયપુરઃ તે સાત સમંદર પારથી આવી હતી. અહી કેટલાક પોતાના દ્વારા જ હેરાન અને કેટલાક મજબુર લોકોને મળી હતી. તેમની વચ્ચે બેસીને વાતો કરી અને ખુશમિજાજ અને નિરાશાવાદી જીવન પર ખુબ ચર્ચાઓ કરી. પોતાની સમજણ અનુસાર તેણે જીવનની ફિલસુફી સમજાવી એટલું જ નહી હાલમાં દુનિયાભરમાં ચિંતાનું કારણ બનેલા કોરોના વાયરસથી કેવી રીતે બચવુ તેની ટીપ્સ પણ આપી હતી.
એશીયામાંથી પહેલી મિસ ઇંગ્લેન્ડ-ર૦૧૯-ર૦ બનનાર ભાષા મુખર્જી ત્રણ દિવસના પ્રવાસે રવિવારે ઉદયપુર પહોંચી હતી તેણે આનંદ વૃધ્ધાશ્રમમાં વડીલો સાથે વાતચીત કરી હતી.
તેણે કહયું કે જેમની પાસે જે પણ હોય તેમાંથી દાન કરવું જોઇએ. જેનાથી સમાજમાં ફેરફાર લાવી શકાશે જો તમારી પાસે બુધ્ધિ હોય તો તે ધન હોય તો ધનદાન કરો.
ભાષા મુખર્જી આરોગ્ય શિક્ષણને વિશ્વભરમાં લઇ જવા માંગે છે. ધંધાથી એક ડોકટર એવી ભાષા પોતાને ડોકટર સુધી જ મર્યાદીત નથી રાખવા માંગતી. આ વિચારધારા સાથે ભાષાએ કોરોના વાયરસની સમસ્યાનો સામનો કરવા માટે વડીલોને ટીપ્સ પણ આપી હતી. આ પ્રસંગે વડીલોના જીવન ચરીત્રને દર્શાવતી એક અંગ્રેજી કવિતા પણ તેણે સંભળાવી જેને ત્યાં ઉપસ્થિત દરેક વડીલે વખાણી હતી.