કોરોનાનો કોહરામ : બોલિવુડને થઇ શકે છે ૮૦૦ કરોડનું નુકસાન : ફિલ્મોની કમાણી પર થશે ઉંડી અસર
દેશભરમાં ૩,૫૦૦ થિયેટર્સ કોરોનાના કારણે બંધ કરી દેવાયા

મુંબઇ તા. ૧૬ : કોરોના વાયરસની અસર ફકત સામાન્ય લોકો પર જનહી વિશ્વની ઘણી મોટી હસ્તીઓ પણ શામેલ છે. જયારે તેની અસર બોલિવુડ પર પણ અસર સર્જાઈ છે. ઘણા રાજયોમાં સિનેમા ઘરો બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. આ સિવાય ઘણી ફિલ્મોની રિલીઝ અને શૂંટીગ ટળી ગઈ છે. ઉલ્લેખનીય છે એવું માનવામાં આવી રહ્યું છે કે આ કારણે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝને ૮૦૦ કરોડ રૂપિયાનું નુકશાન વેઠવું પડી શકે છે. રવિવારની બપોરે ૧૨ વાગ્યા સુધી દેશભરમાં ૩,૫૦૦ થિયેટર્સ કોરોનાવાયરસનાં કારણે બંધ કરી દેવામાં આવ્યા છે. કોરોના વાયરસનો કાળો કહેર યથાવત છે. હિન્દી ફિલ્મોનું મોટું માર્કેટ મુંબઈ, દિલ્હી, રાજસ્થાન, બિહાર અને પંજાબ જેવા પ્રદેશોમાં છે. જયારે આ થિયેટર્સ બંધ કરવાના કારણે હાલમાં ચાલી રહેલી ફિલ્મો જેવી કે ટાઈગર શ્રોફની ફિલ્મ બાગી-૩ અને ઈરફાન ખાનની અંગ્રેજી મીડિયમને મોટું નુકશાન થયું છે.
બાગી-૩નાં ડાયરેકટર અહેમદખાને આ નુકશાન વિશે વાત કરતા જણાવ્યું કે આવા સમય પર મન ઉભરી આવે છે. જયારે ન રોકવાનાં કારણોથી તમારી ફિલ્મ પ્રભાવિત થાય છે. જોકે તેમનું માનવું છે કે ફિલ્મનો બિઝનેસથી પણ વધારે છે લોકોની સુરક્ષા છે. અહેમદ ખાનનું એ પણ કહેવું છે કે કોરોના વાયરસની દહેશતનાં વચ્ચે પણ બાગી-૩ જેટલો બિઝનેસ કર્યો તેનાથી તેઓ સંતુષ્ટ છે.
ઉલ્લેખનિય છે કે ગયા અઠવાડિયે બ્રહ્માસ્ત્રની શૂટીંગ રોકવામાં આવી છે. જયારે હવે ત્યારે તેની રીલીઝ ડેટ પણ આગળ વધી શકે છે. આ સિવાય પહેલા જ અક્ષય-કેટરાનીની સૂર્યવંશી અને રણવીર સિંહની ૮૩ની રીલીઝ પહેલાજ અટકાવી દેવામાં આવી છે. આ સિવાય કોરોનાવાયરસનાં કારણે ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીઝનાં ૧૫ માર્ચ એટલેકે રવિવારે આગામી ૧૯થી ૩૧ માર્ચ સુધી રોકવાનો નિર્ણય કર્યો છે.
આ મામલે ટ્રેડ એનાલિસ્ટ કોમલ નહાટાનું કહેવું છે કે બાગી-૩નાં મેકર્સને કોરોનાવાયરસનાં કારણે અંદાજીત ૨૫-૩૦ કરોડ રૂપિયાનું નુકશાન થયું છે. આ સિવાય ઈરફાનની અંગ્રેજી મીડિયમને પણ વિકેન્ડ પર ભારી નુકશાન ઉઠાવવું પડ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે ફિલ્મોની રીલીઝ અટકવાને અને શૂટીંગ રદ થવાને કારણે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝને ૮૦૦ કરોડ રૂપિયાનું નુકશાન થઈ શકે તેવી પરિસ્થિતી ઉત્પન્ન થઈ છે.