મુખ્ય સમાચાર
News of Monday, 16th March 2020

આમ આદમી માટે રાહત : ફેબ્રુઆરીમાં જથ્થાબંધ મોંઘવારી દરમાં ઘટાડો

દાળ અને શાકભાજીના ભાવ ઘટતા મોંઘવારી ઘટી : છુટક મોંઘવારી સુચકાંડ પણ ઘટયો

નવી દિલ્હી તા. ૧૬ : ફેબ્રુઆરીમાં આમઆદમીને રાહત મળી છે. છુટક મોંઘવારી દર ઘટીને ૨.૨૬ ટકા રહ્યો છે. અગાઉ જાન્યુઆરી ૨૦૨૦ જથ્થાબંધ મૂલ્ય પર આધારિત મોંઘવારી ૩૧ ટકા હતી. જ્યારે ડિસેમ્બર ૨૦૧૯માં તે ૨.૫૯ ટકા પર હતી.

વર્ષ ૨૦૧૯ની સમાન સમયગાળામાં છુટક મૂલ્ય સુચકાંક આધારિત મોંઘવારી ૨.૯૩ ટકા હતી. સરકારે મોંઘવારીના આંકડા જાહેર કર્યા જેના મુજબ મુખ્ય રૂપે ખાવા - પીવાના સામાનના જાન્યુઆરીની સરખામણીએ ફેબ્રુઆરીમાં સસ્તુ હોવાના કારણે છૂટક મોંઘવારી દરમાં ઘટાડો થયો છે.

મોંઘવારી દરમાં ઘટાડો થવાના કારણે સૌથી મોટું કારણ દાળ અને શાકભાજીની કિંમતમાં ઘટાડો થયો છે પરંતુ ઇંડા અને માંસ - માછલીની મોંઘવારી દર ૬.૭૩ ટકાથી વધીને ૬.૮૮ ટકા પર આવ્યો છે. બટેટાનો મોંઘવારી દરમાં ઘટાડો જોવા મળ્યો છે. શાકભાજીમાં તેના ભાવમાં ઘટાડાની અસર ખાદ્ય મોંઘવારીના ઘટાડા સ્વરૂપે જોવા મળી રહ્યું છે.

ગયા સપ્તાહે સરકાર દ્વારા જથ્થાબંધ મોંઘવારીના આંકડા પર જાહેર કર્યા હતા. ખાદ્ય કિંમતોમાં ઘટાડાના કારણે જથ્થાબંધ મોંઘવારી ફેબ્રુઆરીમાં ધીમી પડીને ૬.૫૮ ટકા પર આવી ગઇ છે. ગ્રાહક મૂલ્ય સૂચકાંક આધારિત મોંઘવારી જાન્યુઆરી ૨૦૧૯માં ૭.૫૯ ટકા હતી. જ્યારે ફેબ્રુઆરી ૨૦૧૯માં આ આંકડો ૨.૫૮ ટકા હતો. રાષ્ટ્રીય સાંખ્યિકી કાર્યાલયના આંકડા મુજબ ફેબ્રુઆરી ૨૦૨૦માં ખાદ્ય ક્ષેત્રની મોંઘવારી ઘટીને ૧૦.૮૧ ટકા રહ્યું જે જાન્યુઆરીમાં ૧૩.૬૩ ટકા હતી.

(3:56 pm IST)