News of Monday, 16th March 2020
આરટીઆઇમાં ખુલાસો
રાષ્ટ્રપતિ, કેન્દ્રીય મંત્રીઓ, એનએસએ, સીડીએસ, ત્રણેય સેના પ્રમુખોનું નાગરીકતા પ્રમાણપત્ર કેન્દ્ર સરકાર પાસે નથી !!
નરેન્દ્રભાઇના ભારતમાં જન્મને જ તેમની નાગરીકતાનો પુરાવો ગણાવાયો
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર પાસે રાષ્ટ્રપતિ, કેન્દ્રીય મંત્રીઓ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર, સીડીએસ, ત્રણેય સેના પ્રમુખોનું નાગરીકતાના પ્રમાણ સરકારી રેકોર્ડમાં ઉપલબ્ધ નથી, જયારે વડાપ્રધાન મોદીના ભારતમાં જન્મને જ સરકારે તેમની નાગરીકતાનો પુરાવો જણાવ્યો છે.
આ સમગ્ર માહિતી હરીયાણાના આરટીઆઇ કાર્યકર્તા પીપી કપુર દ્વારા કરવામાં આવેલ અરજીના જવાબમાં આપવામાં આવી છે. કપુરે ૨૦ જાન્યુઆરીના રોજ વડાપ્રધાન કાર્યાલયમાં કરેલ આરટીઆઇ દ્વારા નાગરીકતા પ્રમાણપત્ર સંબધી માહિતી માંગી હતી.
(3:52 pm IST)