મુંબઇના સૌથી મોટા સંઘ
ઘાટકોપર હિંગવાલાલેન સંઘમાં ચૈત્રી આયંબીલ ઓળી અર્થે પૂ.પારસમુનિનો ભવ્ય પ્રવેશ

રાજકોટઃ તા.૧૬, ગોંડલ સંપ્રદાયના મહામંત્ર પ્રભાવક પૂ. ગુરૂદેવ શ્રી જગદીશમુનિ મ.સા.ના સુશિષ્યા સદગુરૂદેવ પૂ. શ્રી પારરસમુનિ મ.સા.નો ચૈત્રી આયંબીલ ઓળી નિમિતે શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ ઘાટકોપર હિંગવાલાલેન ઉપાશ્રયમાં ભવ્યાતીભવ્ય પ્રવેશ તા.૧૫ના રોજ શ્રી રાજાવાડી સ્થા. જૈન સંઘથી થયેલ.
રાજાવાડી સંઘથી સવારે ૭:૩૦ કલાકે ચતુર્વિધ સંઘ સહ વિહાર યાત્રાનો પ્રારંભ થયો. જેમાં રાજાવાડી સંઘ અને ગુરૂભકતો તરફથી ૫૦ રૂપિયાની પ્રભાવના તેમજ ૫૧ કળશધારી બહેનો વિહારયાત્રાના પ્રારંભમાં હતા કળશધારી બહેનોને માતુશ્રી લલીતાબેન હિંમતલાલ દોશી પરીવાર હસ્તે પંતનગર-સંઘના ટ્રસ્ટી પ્રફુલભાઇ દોશી તથા માતુશ્રી પુષ્પાબેન ભુપતભાઇ બાવીશી હસ્તે મમતાબેન યોગેશભાઇ બાવીસી તરફથી ૧૦૦ રૂપિયાની અનુમોદના આપવામાં આવેલ. ૮ કલાકે હિંગવાલાલેન સંઘમાં પ્રવેશ થયો. આ અવસરે કચ્છ આઠ કોટિ મોટી પક્ષના પૂ. દર્શનમુનિ મ.સા. પધારેલ.
આ અવસરે ગોંડલ સંપ્રદાયના પૂ. ઉર્મી-ઉર્મીલાબાઇ મ.સ. આદિ, પૂ. મોટી પક્ષના પૂ. કોકીલાબાઇ મ.સ. આદિ, પૂ. સુરભિબાઇ મ.સ. આદિ, પૂ. નિર્મળાબાઇ મ.સ. આદિ, સતીરત્નો પધારેલ.
પ્રમુખ બિપીનભાઇ સંઘવી, ઉપપ્રમુખ મનસુખભાઇ કોઠારી મંત્રી ભરત જસાણી મંત્રી છાયા કોટિચા, મંત્રી અશોક તુરખીયા, ટ્રસ્ટી અનિલભાઇ સુતરીયા, કીર્તીભાઇ કોઠારી, મુકેશભાઇ કામદાર તેમજ નિતિન બદાણી ખજાનચી હરેશ અવલાણી, બિપીન સંઘવી, જયેશ ગાંધી આદિ પદાધીકારીગણ ઉપસ્થિત રહેલ. ૩૫૦ શ્રાવક-શ્રાવિકા ઉપસ્થિત રહેલ.
કાર્યક્રમ બાદ માતુશ્રી વનિતાબેન જયવંતભાઇ જગન્નાથ જસાણી પરિવાર આયોજીત નવકારશીનો સૌેએ લાભ લીધેલ.