મને ગેરમાર્ગે ન દોરો... દિલ્હી આવીને મળો
નિર્મલા સીતારામને SBIના ચેરમેનને પટ્ટાવાળાની જેમ ધધડાવ્યા : બેંકને બેરહેમ - અક્ષમ ગણાવી
બેંકના અધિકારીઓનું યુનિયન લાલઘુમ : આવું અપમાન કરી ન શકાય

નવી દિલ્હી તા. ૧૬ : નાણાપ્રધાન નિર્મલા સીતારામને સ્ટેટ બેન્ક અને તેના ઉચ્ચ અધિકારીઓને આડે હાથ લેતાં કહ્યું હતું કે સૌથી મોટી સરકારી બેન્ક હૃદયવિહીન અને અક્ષમ છે. તેમણે આવું એટલા માટે કહ્યું કેમ કે આસામમાં ચાના બગીચાના કામ કરતા કામદારોના અઢી લાખ બેન્ક ખાતાં કાર્યરત નહોતા થયાં. તેમનો સ્ટેટ બેન્કના ચેરમેન અને ઉચ્ચ અધિકારીઓને આડે હાથ લેતો વિડિયો વાઇરલ થયો છે.
નાણાપ્રધાન નિર્મલા સીતારામને સ્ટેટ બેન્કના ચેરમેનને કહ્યું હતું કે મને ગેરમાર્ગે ના દોરો, તમે મને આ મામલે દિલ્હીમાં મળો અને આ બાબતને હું છોડીશ નહીં. આ પૂરેપૂરી કામચોરી છે. આ નિષ્ફળતા માટે હું સંપૂર્ણ રીતે તમને જવાબદાર ગણું છું અને આ મુદ્દે હું તમારી સાથે વિસ્તારપૂર્વક ચર્ચા કરીશ. તમે ચા બગીચાના કોઈ પણ કામદારને નુકસાન ના થવું જોઈએ અને જલદીમાં જલદી તેમનાં ખાતાં ખૂલી જવાં જોઈએ.ઓલ ઇન્ડિયા બેન્ક ઓફિસર્સ કોન્ફેડરેશન (AIBOC) એસોસિયેશનનો દાવો છે કે સોશિયલ મિડિયા પર વાઇરલ થયેલી એક ઓડિયો કિલપમાં એ ખુલાસો થાય છે કે નાણાપ્રધાને ફેબ્રુઆરીમાં આયોજિત એક સંપર્ક કાર્યક્રમમાં એસબીઆઇના ચેરમેનને આડે હાથ લીધા હતા. નાણાપ્રધાને એસબીઆના ચેરમેન રજનીશકુમારની તીખી આલોચના કરી હતી. તેમણે આરોપ મૂકયો હતો કે તેઓ ઋણ દેવામાં વિશેષરૂપે ચાના બગીચામાં કામદારોને લોન આપવામાં નિષ્ફળ રહ્યા હતા.
આ એસોસીએશને નાણામંત્રીની ટીકા કરી છે. સંગઠનનું કહેવું છે કે હૃદયવિહિન બેંક કહેવું એ દેશની સૌથી મોટી બેંકનું અને તેના ચેરમેનનું અપમાન છે.