કોરોના વાયરસના કારણે મંદિરમાં શિવલિંગને પહેરાવ્યું માસ્ક
પૂજારીએ લોકોને પ્રતિમાઓને સ્પર્શ કરવા પર રોક લગાવી દીધી છે

કોરોના વાયરસના કારણે દેશભરમાં લોકોને સાવચેત રહેવાનું કહેવામાં આવ્યું છે. ઈન્ફેકશનથી બચવા માટે લોકોને દરેક રીતે જાગૃત કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. તો ઘણાં લોકો વાયરસના સંક્રમણથી બચવા માટે માસ્ક અને સેનેટાઈઝર્સનો ઉપયોગ કરી રહ્યા છે. તેની વચ્ચે સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ રહી છે. જેમાં શિવલિંગ પર પણ માસ્ક લગાવવામાં આવ્યું છે.વારાણસીના મંદિરમાં પૂજારીએ શિવલિંગ પર માસ્ક લગાવ્યું છે. તેના વિશે વાત કરતા પૂજારીનું કહેવું છે કે, દેશમાં કોરોના વાયરસ ફેલાઈ રહ્યો છે. તેને કારણે અમે શિવલિંગ પર માસ્ક લગાવ્યું છે. અમે આ માસ્ક લોકોને જાગૃત કરવા માટે લગાવ્યું છે. જે રીતે અમે દેવી-દેવતાઓને તેમના પોશાક પહેરાવીએ છીએ, ઠંડી વધવા પર ગરમ કપડા પહેરાવીએ છે. અને ગરમીમાં પંખા કે એસીનો ઉપયોગ કરીએ છે. તેવી જ રીતે અમે માસ્ક પણ લગાવ્યું છે.
તેની સાથે જ પૂજારીએ લોકોને પ્રતિમાઓને સ્પર્શ કરવા પર રોક લગાવી દીધી છે. જેથી કોરોના વાયરસના ફેલાવવા પર રોક લગાવી શકાય. પૂજારીએ કહ્યું કે, અમે લોકોને આગ્રહ કરીએ છે કે તેઓ ભગવાનની કોઈપણ પ્રતિમાને હાથ લગાવે નહીં. કારણ કે તેનાથી વાયરસ ફેલાઈ છે. જો લોકો પ્રતિમાને સ્પર્શ કરશે તો વાયરસ ફેલાશે અને લોકો તેના સકંજામાં આવી જશે. આ મંદિરમાં દરેક ભકતો અને પૂજારી માસ્ક પહેરીને પૂજા કરતા જોવા મળ્યા.